
વિશ્વ કપ 2019માં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર ટકરાશે. તેની સાથે જ ભારતીય ટીમ પ્રથમ વખત કેસરી રંગની ટી-શર્ટમાં નજરે આવશે. ઈંગ્લેન્ડની સામેના મુકાબલામાં વિરાટ સેના બ્લુ નહી પણ કેસરી રંગની ટી-શર્ટમાં જોવા મળશે.
ભારતીય ટીમની ટી-શર્ટ 27 વર્ષ પહેલા જ કેસરી રંગની બની શકતી હતી પણ અન્ય કારણોસર બ્લુ ટી-શર્ટ પસંદ કરવામાં આવી. વર્ષ 1992માં વિશ્વ કપમાં ક્રિકેટ ટીમો પ્રથમ વખત કલરફુલ ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઉતરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બધી જ ટીમો તેમના રાષ્ટ્રીય ધ્વજને ધ્યાનમાં રાખીને ટી-શર્ટનો રંગ નક્કી કરી રહી હતી. ભારતીય ટીમના મેનેજમેન્ટે પણ એવુ જ વિચાર્યુ હતું પણ રાષ્ટ્રીય ધ્વજનો કોઈ પણ રંગ ભારતીય ટીમ નક્કી ના કરી શકી.
ભારતીય ટીમે લીલો, સફેદ અને કેસરી રંગ છોડીને બ્લુ રંગ પસંદ કર્યો અને તેની પાછળ એક મહત્વનું કારણ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાને તેમના રાષ્ટ્રીય ધ્વજનો રંગ પસંદ કર્યો. પાકિસ્તાને આ રંગને લઈને પહેલા જ પ્રસ્તાવ પાસ કરાવી લીધો હતો. ત્યારે ભારતને પણ આ રંગ પસંદ આવ્યો નહતો.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
જ્યારે કેસરી રંગ દેશની એક વિશેષ રાજકીય પાર્ટી અને અન્ય ક્ષેત્રીય દળો તરફ સંકેત કરતો હતો. તે કારણે ભારતીય ટીમની ટી-શર્ટને આ રંગ આપવામાં ના આવ્યો. ત્યારે સફેદ રંગની ટી-શર્ટ વન-ડે મેચમાં ખુબ પહેલેથી જ પહેરવામાં આવતી હતી, તેથી બીજા દેશોની જેમ ભારતે પણ એક અલગ રંગની ટી-શર્ટ પસંદ કરી.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર લક્ષ્મીદેવીની કૃપાથી આવકમાં વૃદ્ઘિ થશે
તેથી ભારતે બ્લુ રંગની ટી-શર્ટ લેવાનો નિર્ણય કર્યો. તેની પાછળનું કારણ છે કે રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્રનો રંગ બ્લુ હોય છે. તે કારણથી ભારતીય ટીમે ટી-શર્ટનો રંગ બ્લુ પસંદ કર્યો અને અત્યાર સુધી ટી-શર્ટનો રંગ બ્લુ રહ્યો છે.