ગુજરાતમાં કેમ સરકારથી નારાજ છે કિસાન સંઘ, પરિવાર ક્ષેત્રની જ સંસ્થાઓ મતભેદ કે મનભેદ?

કોંગ્રેસ સરકારને ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર કરે એ વાત સ્વાભાવિક છે. પરંતુ જો સંઘ જ સરકારની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા. જેને લઈ અનેક વિવાદોના મધપૂડા છેડાય છે. એક તરફ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતો બેહાલ બન્યા છે. સરકારે ખેડૂતોને વીમાની રકમ મળે એ માટે અગાઉ પણ જાહેરાત કરી હતી. સર્વે માટે પણ કામગીરી શરૂ કરવા તાકીદ કરી હતી. આજે કેબિનેટની બેઠક બાદ મગફળીની પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. સરકારના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સરકાર અને વિપક્ષ સામે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેનનો બફાટ, પોતાના જ ત્રણ MLAને ગણાવ્યા આખલા

આ તમામ ગતિવિધિ વચ્ચે RSS દ્વારા પણ સરકારની નીતિઓની ખુલ્લેઆમ ઝાટકણી કાઢવામાં આવી છે. ગુજરાતમાં આ પ્રકારે સંઘ અને સરકાર વચ્ચે પરિસ્થિતિ જોવા મળી નથી. ત્યારે કિસાન સંઘ દ્વારા લેવાયેલું સ્ટેન્ડ ભવિષ્યમાં આવનાર કોઈ મોટા પરિવર્તન તરફ સંકેત આપી રહ્યું હોય એવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. RSSની ભગિની સંસ્થા ગણાતી એવી ભારતીય કિસાન સંઘ દ્વારા હવે સરકારને આડે હાથ લેવામાં આવી રહી છે. અને સરકારની આખી સિસ્ટમ જ ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કરાયો છે.

READ  HBD Virat Kohli: ભારતીય ટીમના કેપ્ટન કોહલી એક વર્ષમાં કરે છે આટલા કરોડ રૂપિયાની કમાણી

 

આમ તો ભાજપ RSSની રાજકીય પાંખ છે. આજ રીતે RSS સમાજના અલગ અલગ મુદ્દાને લઈને અનેક સામાજિક સંગઠનો ચાલી રહ્યાં છે. તે પૈકી એક સંગઠન એટલે ભારતીય કિસાન સંઘ જેને ગુજરાતમાં ખુલીને રાજય સરકારની ખેડૂતો માટેની નીતિનો વિરોધ કર્યો છે. ન માત્ર વિરોધ કર્યો છે પરંતુ રાજકોટ નજીક ચાલી રહેલા હાર્દિક પટેલના આંદોલનને પણ સમર્થન જાહેર કર્યું છે. તેના કાર્યક્રમમાં પણ હાજરી આપી છે. મહત્ત્વનું છે કે મગળવારે જ કિસાન સંધના પ્રમુખ વિઠ્ઠસ દુધાત્રાએ રાજય સરકારને પત્ર લખ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પત્રમાં કપાસ-ડાંગરની ખરીદી માટે કેન્દ્રો ખાોલવાની માગણી કરી હતી. કિસાન સંધનું માનવું છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે. જો કે સરકાર પાસે નુકસાનીના કોઈ આંકડા જ નથી કારણ કે નુકસાન સમજવા માટે કોઈ આંકડા નથી. કારણ કે છેલ્લાં 10 વર્ષથી સરકારે યોગ્ય સિસ્ટમનો ઉપયોગ કરવાનો બંધ કરો દીધો છે.

મહત્વનું છે કે ભૂતકાળમાં કયા ખેતરમાં કયા પાકની વાવણીની તલાટી દ્વારા નોંધ કરવામા આવતી હતી. વાવેતરના આધારે ઉત્પાદનના આંકડા પણ મેળવી શકાતા હતા. જેની છેલ્લાં 10 વર્ષથી અમલવારી કરવામાં આવતી નથી. વાવેતરના જ આંકડા સરકાર પાસે નથી. જે લમસમ આપવામાં આવે છે. વાવેતરના આંકડા જ ન હોય તો, ઉત્પાદનના આંકડા કેવી રીતે જાહેર કરી શકાય?  વધુમાં કિસાન સંઘે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, સરકાર પર જ્યારે દબાણ થાય ત્યારે લમસમ આંકડા આપે છે.

READ  તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારની સિસ્ટમ ફેઈલ છે સરકારનો અધિકારીઓ તથા કર્મચારીઓ પર કોઈ નિયંત્રણ નથી. ગમે ત્યારે હડતાળ પાડી દેવામાં આવે છે. મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યારે મંત્રીને શોધવો પડશે. દાખલો લેવા માટે તો નિયમ પ્રમાણે ખેડૂત જ્યારે પાકનું વાવેતર કરે ત્યારે જ ખેડૂતના ખાતામાં કયો પાક છે. એની નોંધ કરવાની હોય છે. જેનો સરકારે છેદ ઉડાવી દીધો છે. પાણી પત્રક માત્ર કાગળ પર જ રહી ગયા છે. સરકાર પાસે આંકડા નથી. વેપારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે. તેઓ આંકડા આપે. સરકાર અને વેપારીઓ ભેગા મળીને નાના ખેડૂતોને દબાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂત રામ ભરોસે છે. સરકાર માત્ર આંકડાની માયાજાળની તમામને ભરમાવી રહી છે. વીમા કંપની અને સરકારની મિલિભગત છે. બેંકોને જ માત્ર સિક્યોર કરાઈ છે અને ખેડૂતને સિક્યોર કરવાનું વિચાર્યું નથી. કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકારની ફરજિયાત પાક વીમા યોજનાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. પાકવીમો ફરજીયાત નહીં પણ મરજિયાત હોવો જોઈએ એમ જણાવ્યું છે. ઉત્તર ગુજરાત, ક્ચ્છને કોઈ દિવસ વીમો મળ્યો નથી. સિસ્ટમ જ ભ્રષ્ટાચારી છે. કિસાન સંઘ દ્વારા ભૂતકાળમાં આ ટકોર કરવામાં આવી હતી. જો કે આ વખતે કિસાન સંઘે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું છે.  કેન્દ્ર સરકાર સમક્ષ પણ 31 મુદ્દાઓ ખેડૂત માટે રજૂ કરવામાં આવ્યા હતા.

READ  પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

જો કે માત્ર મુદ્દાઓને સાંભળવામાં જ આવ્યા છે. હાઇકોર્ટ સુધી કિસાન સંઘે ખેડૂતોના મુદ્દે લડત આપી છે. જો કે રાજ્ય સરકારને પણ હવે કેન્દ્ર સરકાર સાંભળવા આવતી નથી એટલે ખેડૂતો વધુ હેરાન થઈ રહ્યા છે. જો કે કિસાન સંઘના એક પણ આક્ષેપનો જવાબ રાજ્ય સરકારે નથી. સરકાર અને સંગઠને આ મુદ્દે મૌન સેવ્યું છે ત્યારે કિસાન સંઘની નારાજગી માત્ર ખેડૂતો માટે સરકાર સમક્ષ છે કે પછી સરકારની કાર્યપધ્ધતિના કારણે એક જ પરિવારક્ષેત્રના ભગિની સંસ્થાઓ વચ્ચે મતભેદ મનભેદનું સ્વરૂપ લઈ રહ્યું છે? બે વિચારધારા સામ સામે ટકરાય એના પરિણામો કરતા એક જ વિચારધારાનો સમૂહ  સમુદાય જ્યારે સામ સામે આવે છે ત્યારે પરિણામો ખૂબ વિપરીત આવે છે એનો ભૂતકાળ સાક્ષી રહ્યું છે.

FB Comments