કેમ વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કર્યા યાદ, જાણો કારણ

ભારતીય ટીમમાં જગ્યા જાળવી રાખવા માટે ખેલાડીઓનું ફિટનેસ લેવલ સૌથી મુખ્ય છે. સતત થઈ રહેલી સીરીઝ દરમિયાન ખેલાડીઓ માટે ફિટનેસ જાળવી રાખવી મોટો પડકાર છે. આ મોટા પડકારનો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો છે અને આખી ટીમને પણ આ કસોટી પર સાચા ઉતરવાના પ્રયત્નો કર્યા છે.

વિરાટ કોહલીએ ગુરૂવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યા છે. તેમને સોશિયલ મીડિયા પર એક તસવીર શેયર કરી છે. જેમાં બંને ક્રીઝ પર છે. વિરાટ કોહલી જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. એવુ લાગી રહ્યું છે કે વિરાટ કોહલી ધોનીને બેટથી સલામ કરી રહ્યા છે. સાથે જ વિરાટ કોહલીએ લખ્યું કે આ મેચને ક્યારેય હું ના ભૂલી શકુ. ખાસ રાત, આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો, તેમને ટ્વિટમાં મહેન્દ્રસિંહ ધોનીને ટેગ પણ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતીય ટીમને મેચ પહેલા શારીરીક સંબંધની સલાહ આપવી મારી સૌથી મોટી ભૂલ

આ તસવીર 2016ના ટી-20 વિશ્વકપની છે. 27 માર્ચ 2016ના રોજ મોહાલીમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી આ મેચમાં કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા અને ભારતે આ મેચ 6 વિકેટથી જીતી હતી. આ મેચમાં ફિનિશર ધોનીએ છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર ફોર મારીને જીત અપાવી હતી.

https://twitter.com/imVkohli/status/1172023600649359361?s=20

આ મેચ પછી ભારતે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતું. મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીએ તેમની ઈનિંગ દરમિયાન 5મી વિકેટ માટે ધોનીની સાથે અણનમ 67 રનની ભાગીદારી કરી હતી પણ મુંબઈમાં વેસ્ટઈન્ડિઝની સામે સેમીફાઈનલમાં ભારતને 7 વિકેટથી હાર મળી હતી અને ત્યાં વેસ્ટ ઈન્ડીઝ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને 2016 વિશ્વ કપનું વિજેતા બન્યુ હતું.

READ  BIG BREAKING: ભારતને 2 વિશ્વ કપ જીતાડનારા યુવરાજ સિંહે ક્રિકેટને કરી દીધું અલવિદા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ધોની હાલમાં સાઉથ આફ્રિકાની સામેની સીરીઝમાં T20ટીમાં નહતા. હાલમાં તે અમેરિકામાં રજાઓ માણી રહ્યા છે. આ પહેલા ધોની ટેરિટોરિયલ આર્મી યૂનિટની સાથે કાશ્મીરમાં 15 દિવસ રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું 'કેમ છો ?' તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

 

વિરાટ કોહલીએ હંમેશા સ્વીકાર કર્યો છે કે મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ માર્ગદર્શનથી તેમને ઘણી ઉંચાઈઓ મળી છે. તે આજે પણ ધોનીને પોતાના કેપ્ટન માને છે. ત્યારે ધોની પણ ખુલાસો કરી ચૂક્યા છે કે કેમ તેમને 2017માં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો, તેમને વિરાટ કોહલીને પોતાના ઉત્તરાધિકારી બનાવવાનો રસ્તો બનાવ્યો.

 

Top News Stories From Gujarat: 15/9/2019| TV9GujaratiNews

FB Comments