ન્યૂઝીલેન્ડ ક્રાઈસ ચર્ચ હુમલો: આરોપીએ 49 લોકોને શા માટે મોતને ઘાટ ઉતારી દીધા તેનો જવાબ 74 પેજના લખાણમાં આપ્યો!

15 માર્ચના રોજ બપોરના સમયે ન્યૂઝીલેન્ડમાં આવેલાં ક્રાઈસચર્ચ શહેરમાં એક બંદુકધારીએ 2 મસ્જિદોમાં અંધાધુંધ ગોળીઓ વરસાવીને અને તેના લીધે 49  લોકોના મોત નીપજ્યા.

ન્યૂઝીલેન્ડમાં આવેલાં ક્રાઈસચર્ચ શહેરમાં આવેલી બે મસ્જિદોને નિશાન તાકીને પબજી ગેમની જેમ જ ફેસબુક લાઈવ સાથે બંદૂકધારીએ દયા વગર જ 49 જેટલાં લોકોને રહેંસી નાખ્ચા હતાં. આ ઘટનાના પડધા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. હવે પ્રશ્વ એ છે કે શા માટે તે યુવાને આ મસ્જિદોને જ નિશાન બનાવી અને તેના પાછળ તે બંદુકધારીનો ઉદ્દેશ્ય શું હતો?

કોઈ ઘટનાની પાછળ કારણ ઈર્ષ્યા જવાદાર હોય છે તેમ ઓસ્ટ્રેલિયાના 21 વર્ષના યુવાને આ ઘટનાને અંજામ આપતા પહેલાં પોતાના સોશિયલ મીડિયામાં એક 74 પેજનો મેનિફેસ્ટો મુક્યો હતો. ટ્વિટર પર યુવાને મુકેલા આ મેનિફેસ્ટોને ન્યૂઝીલેન્ડ પોલીસે હાલ તો હટાવી લીધો છે પણ સોશિયલ મીડિયામાં તે ફરી રહ્યો છે. યુવકે આ હુમલો કરવા પાછળ 11 કારણો આપ્યા છે.

1. જ્યાં સુધી ગોરા લોકો જીવતા છે ત્યાં સુધી તે પોતાના દેશ પર બાહરના આક્રમણકારીયોને કબજો કરવા નહીં દે. તે અમારી જમીન પર કબજો નહીં કરી શકે અને તે અમારી જમીન ક્યારેય નહીં લઈ શકે.

2. આ હુમલો એ ઈસ્લામિક લોકો માટે કરી રહ્યો છું જેને અમને વર્ષો સુધી જેલમાં બંધ રાખ્યા.

3.આ હુમલો યુરોપની ધરતી પર આતંકી હુમલામાં માર્યા ગયા લોકોના બદલા માટે કરી રહ્યો છો.

4.આ હુમલો હું એકરલંદ જે 11 વર્ષની છોકરી હતી અને સ્વીડનના સ્ટોકહોમમાં થયેલાં આતંકી હુમલામાં તેણીને ભોગ લેવાયો હતો તેનો બદલો લેવા માટે કરી રહ્યો છું.

5. મારો આ હુમલો યુરોપમાં આવેલાં બહારના લોકોને રોકવા માટે છે. હું તેઓને ડરાવી અને મારીને ખતમ કરી નાખીશ.

6. હું મારા રાજનીતિક દુશ્મનોને જણાવી દેવા માગુ છું કે જો અમારા લોકોની ઉપેક્ષા કરવામાં આવી તો આવી ઘટનાઓ બનતી જ રહેશે.

7. હું એ વાતનો પણ બદલો લેવા માગુ છુ કે જે યુરોપીયન લોકોએ પોતાની ઓળખાણ અને જમીન બચાવવા માટેની લડાઈમાં પોતાનો જીવ હોમી દીધો. તે લોકોએ પોતાનો જીવ એટલાં માટે જ આપ્યો કારણ કે તેઓ વિદેશી ગંદકીથી પોતાના દેશને છોડાવવા માગતા હતા.

8. હું હિંસા અને બદલાની ભાવના ફેલાવીને બહારના લોકો અને દેશના લોકો વચ્ચે ફૂટ પાડવા માગું છું.

9.હું એવા ડરનો માહોલ બનાવવા માગું છું કે જેમાં ક્રાંતિકારી, મજબૂત અને ભીષણ પ્રયાસો બદલાવ માટે કરવામાં આવે.

 

10. હું એવું કરીને બતાવવા માગું છું કે સીધું એક્શન કેવી રીતે લઈ શકાય. હું એવા લોકોને રસ્તો બતાવવા માગું છું કે જે મારી જેમ વિચારે છે અને પૂર્વજોની જમીન વિદેશીઓથી છોડાવવા માગે છે. હું જણાવી દેવા માગું છું કે તેઓ એકલા નથી.

11. હું ઈતિહાસના રોકાઈ ગયેલાં પેન્ડુલમને ગતિ દેવા માગું છું. હું પશ્ચિમી સોસાયટીને અસ્થિર કરીને એ માટે મજબૂર કરવા માગુ છું કે તે પોતાની આધુનિક સુખવાદી, સ્વાર્થી અને વ્યર્થ વિચારધારામાંથી બહાર નીકળે જે તેમના પર હાવી થઈ ગયી છે.

આમ આ અલગ અલગ 11 જેટલાં કારણોને લઈને તેનજ 74 પન્નાનો એક મેનિફેસ્ટો તેેેણે જાહેર કર્યો હતો. પોલીસે હાલ ટ્વિટર પર તેનું એકાઉન્ટ બંધ કરી દીધું છે પણ સોશિયલ મીડિયામાં આ મેનિફેસ્ટો વાયરલ થઈ રહ્યો છે.

Top News Stories From Gujarat : 25-06-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

ATM કાર્ડને ભૂલી જાવ અને હવે ઉપાડો પૈસા મોબાઈલ ફોનથી, SBIએ શરુ કરી સેવા

Read Next

અમદાવાદ શહેરનો પ્રથમ કિસ્સો, જાહેરમાં PUBG ગેમ રમતા યુવાનની પોલીસે કરી ધરપકડ

WhatsApp પર સમાચાર