8 વર્ષ પહેલા પતિએ સળગાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પત્નીએ કોર્ટમાં કરી અરજી અને સજા માફ કરાવી

8 વર્ષ પહેલા સાસરિયાએ નૂરજહાં કચોટ પર કેરોસીન છાંટીને તેના પતિએ દિવાસળી ચાંપી હતી. સળગતી નૂરજહાંની બૂમો સાંભળીને આજુબાજૂના લોકો દોડી આવ્યા હતા અને તેને બચાવી હતી.

ત્યારબાદ એક બાળકીની માતા નૂરજહાંએ ન્યાય મેળવવા માટે મક્કમ થઈને તે સમયે કોર્ટમાં પોતાની સાથે કરેલા અમાનુષી અત્યાચારની વાત કહી હતી. ત્યારબાદ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 2013માં તેના પતિને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આરોપીને જામીન પર મુક્ત કર્યો હતો.

 

READ  'ફોની' વાવાઝોડાએ ભારત પછી હવે બાંગ્લાદેશમાં પણ મચાવી તબાહી

જામીન પર બહાર આવ્યા પછી પતિ ઈરફાને નૂરજહાં સાથે સમાધાન કર્યુ હતુ અને ત્યારબાદ બંને ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. આજે 6 વર્ષ પછી હાઈકોર્ટમાં તેમની મુદત હતી તે સમયે નૂરજહાંએ કોર્ટમાં તેના પતિને માફ કરી દેવા માટે અરજી કરી હતી.

આ પણ વાંચો: હેલ્મેટ વગર પેટ્રોલપંપ જવાવાળા લોકોને નહીં મળે પેટ્રોલ, 1 જૂનથી લાગૂ થશે નવો નિયમ

નૂરજહાંએ કહ્યું કે હવે અમે બંને લોકો ખુબ જ ખુશીથી અને સુખી રીતે જીવન જીવીએ છીએ. ત્યારબાદ કોર્ટે આ કેસમાં માફી આપી દેવી જોઈએ. તે પછી કોર્ટે ઈરફાનની બાકી સજા માફ કરી હતી.

READ  જાણો રાજ્યના તલાટી કમ મંત્રીઓ કેમ સરકારને આપી રહ્યાં છે હડતાળની ચીમકી?

 

Will not discriminate on basis of religion,' says Amit Shah during CAB debate in Lok Sabha

FB Comments