કુપોષણ દુર કરવામાં રાજ્ય સરકારને મળશે સફળતા?

Will govt succeed in eliminating malnutrition? kuposhan dur karva ma rajya sarkar ne malse safadta?

ગુજરાતમાં કુપોષણને દુર કરવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવમાં આવી રહ્યો છે, જો કે હજુ પણ રાજ્યમાં જોઈએ તે પ્રકારની સફળતા મળી નથી, ત્યારે આજથી રાજ્યભરમાં 3 દિવસીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયભરમાં 1,300થી વધુ જગ્યા પર કેમ્પેઈન કરવામાં આવશે.

Image result for કુપોષણ ગુજરાત"

 

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કુપોષણ એક સળગતો પ્રશ્ન છે. વર્ષ 2019 વિધાનસભામાં ખુદ રાજય સરકારે લેખિતમાં સ્વીકાર્યુ હતુ કે રાજયમાં 1.11 લાખ લોકો કુપોષણયુક્ત છે. જેમાં 19,980 બાળકો ગંભીર રીતે કુપોષણના શિકાર છે. 29,442 બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ફેબુઆરીમાં ફરી જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે એ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આજથી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયમાં 1,302 જગ્યાઓ પર કેમ્પેઈન કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શિક્ષકે વિદ્યાર્થીને માર્યો બેફામ માર! ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

સાથે સાથે બાળક દીઠ પાલક વાલી બનવા માટે પણ લોકોને સમજાવવામાં આવશે. સરકારનું માનીએ તો 30,000 જેટલી આંગણ વાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે, સાથે જ રાજયમાં 3 દિવસમાં 1 લાખ જેટલા બાળકોનું ચેકઅપ કરવામાં આવશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પંચાયતની સીટ, નગરપાલિકા, મહાનગર પાલિકા તથા વિધાનસભા દીઠ કાર્યક્રમ યોજાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જૂનાગઢ: બોર્ડ પરીક્ષાની નકલી રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું! 47 લોકો સામે ફરિયાદ દાખલ

 

 

જેમાં સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ જોડાશે. ભાજપનો દાવો છે કે ગુજરાતમાં કુપોષણનો દર ઘટ્યો છે. પહેલા 1000 બાળકોમાંથી 62 બાળકો કુપોષણનો શિકાર બનતા હતા, જ્યારે આજે એ આંકડો 25 સુધી પહોંચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ

પરંતુ આ પ્રકારના વિષયોમાં સામાજિક અભિગમ અને ભાગીદારીની પણ ખૂબ જરૂર હોય છે. જેના માટે આ વખતે આ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જો કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે યોજાતા કાર્યક્રમો માત્ર મંત્રીઓ અને સરકારી ચોપડે ટીક માર્ક જેવા બની રહ્યા છે. ત્યારે આ ત્રિદિવસીય કાર્યક્રમ પ્રજા માટે કેટલો ઉપયોગી રહેશે એ જોવુ રહ્યુ.

 

Oops, something went wrong.
FB Comments