ટાટા સ્કાઇ, ડિશ ટીવી, ઍરટેલ જેવા ડીટીએચ ઑપરેટરથી જો તમે છો પરેશાન તો થઈ જાઓ ખુશ, મોબાઇલ ઑપરેટરની જેમ હવે ડીટીએચ ઑપરેટર પણ ટૂંકમાં જ બદલી શકશો

શું આપ પોતાના કેબલ ઑપરેટર કે ડીટીએચ કંપનીથી પરેશાન છો ? તેને બદલવા માંગો છો ? તો આપને હવે આ પરેશાની અને મુંઝવણમાંથી મળી શકે છે છુટકારો.

હાલની વ્યવસ્થા મુજબ આપ પોતાના કેબલ ઑપરેટર કે ડીટીએચ કંપનીથી પરેશાન હોવા છતાં પોતાના સર્વિસ પ્રોવાઇડરને મોબાઇલ સિમની જેમ નથી બદલી શકતાં. જોકે આ પરિસ્થિતિ હવે લાંબા સમય સુધી નહીં રહે.

આ પણ વાંચો : ‘સુપ્રીમ કોર્ટ રામ મંદિરનો મુદ્દો અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઇશું, 25મી કલાક નહીં થવા દઇએ’ : કયા નેતાએ પારો ગુમાવ્યો અને આપ્યું આ નિવેદન ?

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇંડિયા (TRAI) 2019ના અંત સુધી એવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે કે જેથી આપ પોતાના સેટ-ટૉપ બૉક્સમાં પણ પોતાની મરજી મુજબની કંપનીનું કાર્ડ લગાવી શકશો. આનાથી તેવા લાખો ગ્રાહકોને ઑપરેટરની પસંદગી કરવાની આઝાદી મળી જશે કે જેઓ પોતાના હાલના ઑપરેટરની સેવાઓથી ખુશ કે સંતુષ્ટ નથી.

ટ્રાઈના પ્રમુખ આર. એસ. શર્માએ એક મીડિયા સાથેની વાતચીતના એક સવાલના જવાબમાં કહ્યું, ‘હું આની ઉપર કામ કરી રહ્યો છું. આ થશે. નિશ્ચિંત રહો. અમે ઇંટર-ઑપરેબલ સેટ-ટૉપ બૉક્સની વ્યવસ્થા કરીને જ રહીશું.’

બીજી બાજુ ડીટીએચ ઑપરેટરો અને કેબલ સર્વિસ પ્રોવાઇડર્સ ટ્રાઈની આ કવાયતનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે. તેથી ટ્રાઈને આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીનો સપાટો, હજી બે દિવસ રહેશે આકરા : જુઓ તમારા શહેરમાં કેટલો ગગડ્યો પારો : VIDEO

કૉંટેંટ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ પ્રાયઃ દલીલો આપ્યા કરે છે કે ઑપરેટર બદલવાની સુવિધા આપી શકવી મુશ્કેલ છે, કારણ કે દરેક ઑપરેટરના સેટ-ટૉપ બૉક્સ એનક્રિપ્ટેડ હોય છે અને તેની સાથે ચેડા કરવાથી એક-બીજામાં ઘુસણખોરીની શંકા પેદા થશે.

આ અંગે દેશના બે સૌથી મોટા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ ડિશ ટિવી તથા ટાટા સ્કાઈને મોકલવામાં આવેલા સવાલનો કોઈ જવાબ નથી મળ્યો. જોકે કૉંટેંટ ડિસ્ટ્રીબ્યૂશન ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ કહે છે કે દરેક સેટ-ટૉપ બૉક્સમાં જુદા-જુદા સૉફ્ટવૅર તથા કૉન્ફિગરેશન હોય છે. તેથી તેમને બીજી કંપનીઓની સેવાઓ માટે ઉપયોગ નથી કરી શકાતા.

આ પણ વાંચો : આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

ટ્રાઈના ચૅરમેનનું કહેવું છે કે સેટ-ટૉપ બૉક્સને પહેલા જ કોઈ ખાસ કંપનીનું સૉફ્ટવૅર લોડ કરીને વેચવાની જગ્યાએ એવી રીત અપનાવવામાં આવશે કે જેમાં બૉક્સ ખરીદ્યા બાદ સૉફ્ટવૅર ડાઉનલોડની અનુમતિ હોય. શર્માએ કહ્યું, ‘દાખલા તરીકે આપ માર્કેટમાંથી એક ન્યુટ્રલ સેટ-ટૉપ બૉક્સ ખરીદશો કે જે કોઈ ખાસ કંપનીનો નહીં હોય. ત્યાર બાદ આપ જે કંપનીની સેવા લેવા માંગશો, તેનું સૉફ્ટવૅર બૉક્સમાં ડાઉનલોડ થઈ જશે. ટ્રાઈ આ સમાધાન કાઢવા માટે સરકારી એજંસીઓની સાથે-સાથે બાહ્ય સલાહકારો સાથે પણ કામ કરી રહી છે. અમે પોતાની કક્ષાએ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છીએ. આ ટેક્નિકલ સમસ્યા છે. તેથી અમે આ કામ માટે સેંટર ફૉર ડેવલપમેંટ ઑફ ટેલિમૅક્સ (CDoT) અને બીજી સંસ્થાઓને સાથે રાખી છે.’

આ પણ વાંચો : ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : VIDEO

તેમણે કહ્યું, ‘મને લાગે છે કે વર્ષના અંત સુધી આ કામ પૂર્ણ થઈ જશે. પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જોકે અમે વાસ્તવમાં જેટલું વિચાર્યું, તે તેના કરતા વધુ સમય લઈ રહ્યો છે. કામ ચાલુ છે. હું સુનિશ્ચિત કરીશ કે આ કામ એક વર્ષની અંદર પૂરું થઈ જાય.’

નોંધનીય છે કે હાલમાં દેશમાં 16 કરોડ પે-ટીવી સબસ્ક્રાઇબર્સ છે અને મોટાભાગના સબસ્ક્રાઇબર્સ સેટ-ટૉપ બૉક્સ કંપનીથી બંધાયેલા છે. જોકે હવે બીજી કંપનીની સેવા લેવા માટે ફરીથી નવું ડીટીએચ ખરીદવું પડશે, તેથી ખરાબ સર્વિસ છતાં હાલની કંપનીમાં જ જળવાઈ રહેવું ગ્રાહકોની મજબૂરી છે, પરંતુ એક વાર પોર્ટેબિલિટીની સુવિધા આવી ગઈ, તો સેટ-ટૉપ બૉક્સ મોબાઇલ ડિવાઇસ જેવં થઈ જશે કે જેમાં જે કંપનીની સેવા ઇચ્છશો, તેમાં સિમ કાર્ડની જેમ સેટ-ટૉપ બૉક્સ કાર્ડ બદલી શકશો.

Banaskantha: Palanpur and Amirgadh receive rainfall after long dry spell|TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

‘સુપ્રીમ કોર્ટ રામ મંદિરનો મુદ્દો અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઇશું, 25મી કલાક નહીં થવા દઇએ’ : કયા નેતાએ પારો ગુમાવ્યો અને આપ્યું આ નિવેદન ?

Read Next

‘આંદોલનકારી’ હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

WhatsApp પર સમાચાર