શું ફરી એકવાર ભાજપ સંગઠનમાં પાટીદારોનો રહેશે દબદબો?

ગુજરાતમા ભાજપની સંગઠન સંરચનાની કવાયત હાથ ધરાઈ છે.  ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓના પ્રવાસ સતત વધી ગયા છે. કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વી. સતિષની એક દિવસીય ગુજરાત મુલાકાતમાં બેઠકોનો દોર હાથ ધરવામા આવ્યો હતો.   15 ડિસેમ્બર સુધી નવું પ્રદેશ માળખુ અસ્તિત્વમા આવે એવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની તબિયત નાજૂક, ડૉક્ટરોએ કર્યો ખૂલાસો

જો કે આ વખતે પણ પ્રદેશ માળખામાં પાટીદાર ચહેરાઓનું પ્રભુત્વ રહેશે એવુ હાલમાં લાગી રહ્યું છે. ગુજરાતના રાજકારણમા અને ખાસ કરીને ભાજપના પાટીદારોનો એક દબદબો રહ્યો છે.  સરકાર હોય કે સંગઠન બંનેમા પાટીદારોનુ પ્રભુત્વ જોવા મળ્યુ છે.  હાલમાં ગુજરાતમા સંગઠન સંરચના હાથ ધરવામાં આવી છે ત્યારે ડિસેમ્બર અંત સુધીમાં પ્રદેશ માળખાની જાહેરાત થાય એવી શક્યતાઓ છે.  જેને લઈને ગુજરાતમાં બેઠકોના દોર પર શરૂ થઈ ગયા છે.  મળતી માહિતી પ્રમાણે 30 નવેમ્બર સુધી જિલ્લા પ્રમુખની જાહેરાત થઇ શકે છે અને ડિસેમ્બર અંત સુધીમા પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થઈ શકે છે.

READ  ગુજરાત કોંગ્રેસની 20 શહીદ જવાનોને અંજલી, શ્રધ્ધાંજલિ અર્પી અમિત ચાવડા-પરેશ ધાનાણીએ શુ કહ્યુ નરેન્દ્ર મોદીને ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વનું છે કે વર્ષ 2016માં ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીની નિમણૂક કરાઇ હતી. સ્વચ્છ છબિ અને મોદી- શાહની ગુડ બુકમાં હોવાના કારણે પ્રથમ વાર નોન પાટીદાર ચહેરો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પ્રસ્થાપિત થયો હતો. જો કે આનંદી બેન પટેલના સીએમ પદેથી રાજીનામુ આપતા વિજય રૂપાણીની સીએમ તરીકે વરણી કરાઈ હતી અને જીતુ વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામા આવી . પાટીદાર આંદોલન આ સમયે ચરમ સીમા પર હતું.  હાર્દીક પટેલને અનેક યુવાઓ પોતાનો નેતા માની રહ્યાં હતા ત્યારે પાર્ટીએ પણ પાટીદાર યુવા ચહેરા તરીકે જીતુ વાઘણીને સંગઠનની કમાન સોપી હતી.

READ  Patan Self-Immolation : Dalits stage protest in Morbi - Tv9 Gujarati

જો કે આ નિર્ણય પણ સીધી રીતે મોદી શાહ દ્વારા લેવામા આવ્યો હતો. જો કે જાતિગત સમીકરણોને લઈને ખુલીને પાર્ટીમાં કોઈ બોલતું નથી.  ભાજપ માટે જેટલું સરકારનું મહત્વ છે એટલુ જ સંગઠનનું મહત્વ છે અને એટલાં જ માટે દર ત્રણ વર્ષે નવું માળખું અસ્તિત્વમાં આવે છે.  જો કે માળખામાં કેટલાંક નવા ચહેેરાઓને પ્રાધાન્ય આપવામા આવતુ હોય છે તો કેટલાક નવા જૂના ચહેરાઓને રીપીટ કરવામા આવે છે.

READ  અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાત જો ગુજરાત ની કરવામા આવે તો ગુજરાતને ભાજપનો ગઢ માનવામા આવે છે અને એ જ કારણ છે ગુજરાત ભાજપ સંગઠનની કવાયત પર સીધી નજર કેન્દ્રીય નેતૃત્વની રહે છે. ગુજરાત ભાજપ સંગઠનના નવા માળખામા મોટા પાયે ફેરફાર થાય એવી શક્યતા છે. ફરી એક વાર પાટીદાર નેતાઓ ને મોટા પ્રમાણમાં પ્રાધાન્ય મળશે એવું હાલમાં દેખાઇ રહ્યુું છે.

 

Oops, something went wrong.
FB Comments