શું વિરાટ કોહલી અપાવશે દેશને ત્રીજો વિશ્વ કપ? 36 વર્ષ પહેલા ભારતીય ટીમે આજના દિવસે જીત્યો હતો પ્રથમ વિશ્વ કપ

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે પુર જોશમાં છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ત્યારે આજનો એ એક દિવસ હતો, જ્યારે ભારતીય ટીમે ઈતિહાસ બદલી નાખ્યો હતો.

ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટને બતાવી દીધુ કે તે પણ ચેમ્પિયન બની શકે છે. આજ ના દિવસે 25 જૂન 1983ના રોજ કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે લોર્ડસના મેદાન પર વિશ્વ કપની ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક જીતે ભારતીય ક્રિકેટની દુનિયા જ બદલી નાખી હતી. યુવા ખેલાડીઓને ઘણાં હિરો મળી ગયા અને ભારતે ક્રિકેટની દુનિયામાં પોતાનું અલગ નામ બનાવ્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Video: હાર્દિક પંડ્યાથી લઈને કે.એલ. રાહુલને B અને C કેટેગરીમાં કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

36 વર્ષ પહેલા આજના દિવસે જ ઈંગ્લેન્ડના લોર્ડસના મેદાન પર 1983માં વિશ્વ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની ટીમને 43 રનથી હરાવી હતી. તે દરમિયાન વેસ્ટ ઈન્ડીઝની ટીમ દુનિયાની સૌથી નંબર વન ટીમ હતી. તે સિવાય ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોને હરાવી હતી.

વેસ્ટ ઈન્ડીઝની ટીમ તે પહેલા બે વખત વિશ્વ ચેમ્પિયન બની ચૂકી હતી. ત્યારે ભારતીય ટીમનું પ્રદર્શન બંને વિશ્વ કપમાં ખુબ ખરાબ હતુ. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની જીતની હેટ્રિક પર રોક લગાવી હતી, ત્યારબાદ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિશ્વ કપ ક્યારેય પણ જીતી શકી નથી.

READ  'દિલ તો હેપી હૈ જી' સીરીયલના સેટ પર સ્ટાર્સે અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વેસ્ટ ઈન્ડીઝની ટીમે પહેલા બોલિંગ કરીને ભારતીય ટીમને 183 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતીય ટીમને જીત મેળવવાની કોઈ આશા જ નથી પણ ભારતીય બોલર્સે મેચને પલટી નાખી હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડીઝની ટીમ 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

READ  ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીની ચેતવણી, ઋષભ પંતની ભૂલો હવે નહીં ચલાવી લેવાઈ

આ પણ વાંચો: વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?

વિશ્વ કપમાં કપિલદેવે સૌથી સારૂ પ્રદર્શન કર્યુ હતુ. ફોર્મમાં નજરે આવેલા રિચર્ડસનનો કેચ કેવી રીતે ભૂલી શકાય. કપિલ દેવે તેમની પાછળ દોડીને એક સરસ કેચ પક્ડી લીધો હતો. મેચના અસલી હીરો મોહિન્દર અમરનાથ રહ્યા હતા. તેમને 12 રન પર 3 વિકેટ લીધી હતી અને બેટિંગ કરીને 26 રન બનાવ્યા હતા. તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 

By-elections of Ahmedabad, Vadodara and Junagadh nagarpalika, going on | Tv9GujaratiNews

FB Comments