આત્મવિશ્વાસથી સજ્જ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઊતરશે ત્યારે તેનું લક્ષ્ય વિદેશી ધરતી પર સારો દેખાવ ન કરવાના કલંકને ધોવા અને 70 વર્ષમાં પ્રથમ વાર ટેસ્ટ સિરીઝ જીતવાનું હશે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકામાં 1-2થી અને ઇંગ્લેન્ડમાં 1-4થી હાર મળી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ સૌથી મુશ્કેલ મિશનમાંથી એક ગણવામાં આવતાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જેની પહેલી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બર, આવતીકાલે મેદાનમાં ઉતરશે જ્યારે તેનું એક માત્ર લક્ષ્ય વિદેશી ધરતી પર સારો દેખાવ કરવાનું રહેશે. તેમજ 70 વર્ષમાં પહેલી વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું રહેશે.
શું છે કોહલીનો ભૂતકાળ ?
આ અગાઉની વિરાટની સેના વિદેશી ધરતી પર સાઉથ આફ્રિકામાં 1-2થી અને ઇંગ્લેન્ડમાં 1-4થી હાર મળી હતી. વિરાટના નેતૃત્વમાં હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ જીતી વિદેશમાં ફ્લોપ શોના કલંકને હટાવવા માટે મેદાનમાં ઊતરશે.છેલ્લા 70 વર્ષમાં ભારતે 11 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો છે જે પૈકી બે વખત સિરીઝ ડ્રો કરી છે. પહેલાં 1980-81માં સુનીલ ગાવસ્કર અને પછી 2003-04માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં જીત મેળવી હતી.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાણી લો ટીમ ઇન્ડિયાની સ્થિતિ, કોણે મળ્યું છે સ્થાન
અત્યાર સુધીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં 44 ટેસ્ટ મેચ રમી છે જે પૈકી માત્ર પાંચ ટેસ્ટ મેચ જીતી છે. જેના કારણે પણ ભારતીય ટીમ પર દબાવ રહેશે. બેટિંગમાં કોહલીથી લઈ ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજયથી લઇ નવા લોકેશ ાહુલ પર પણ સારો દેખાવ કરવા માટેનું દબાણ વધુ હશે.
Team India's 12 for the 1st Test against Australia in Adelaide: Virat Kohli (C), A Rahane (VC), KL Rahul, M Vijay, C Pujara, Rohit Sharma, Hanuma Vihari, R Pant (WK), R Ashwin, M Shami, I Sharma, Jasprit Bumrah #TeamIndia #AUSvIND
— BCCI (@BCCI) December 5, 2018
ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ
આ તરફ હોમ ટીમ તેના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર વગર મેદાન પર ઉતરશે જેને કારણે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાએ એ પણ ન ભૂલવું જોઇએ કે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા હંમેશા મજબૂત અને પ્રદર્શન માટે જાણીતી છે. સ્ટાર્ક, હેઝલવૂડ અને કમિન્સને કારણે ઝડપી બોલિંગ આક્રમણ ઘણું મજબૂત ગણાય છે. કેપ્ટન વિરાટ પણ સ્વીકારી ચૂક્યો છે કે, સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને હળવાશથ લેવી યોગ્ય નથી.
નવુ કોમ્બિનેશન ?
ભારતીય ટીમે ટેસ્ટ મેચના એક દિવસ અગાઉ 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. જેમાંથી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે. આ 12 ખેલાડીઓમાં ભારતે ચાર બોલરોને સામેલ કર્યા છે. જેમાં ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનરને સામેલ કર્યા છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં મોટેભાગે પાંચ બોલરો સાથે જોવા મળતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કોઈ જોખમ લેવા માગતી ન હોવાથી છ બેટિંગ સ્પેશિયાલિસ્ટ, એક વિકેટકીપર બેટ્સમેન અને અશ્વિનના રૂપમાં ઓલરાઉન્ડર છે જેથી ભારતની બેટિંગલાઇન આઠમા ક્રમ સુધી મજબૂત છે.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતાં ‘ગબ્બરે’ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું !!!
સંભવિત ટીમ: વિરાટ કોહલી (C), અજિંક્ય રહાણે , લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા/હનુમા વિહારી, ઋષભ પંત (W/K), અશ્વિન, મોહંમદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Hits: 132
Comments are closed, but trackbacks and pingbacks are open.