VIDEO: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનો ગગડ્યો પારો

Winter arrives in Gujarat, Ahmedabad witnesses decrease in temperature

રાજ્યભરમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાયો. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળીયું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છના નલિયામાં આજે તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. રાજ્યભરમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડીના ચમકારાના પગલે લોકો ઠૂઠવાયા હતા. સવારે ઠંડા પવન ફૂંકાવાથી તેમજ પવન વાવાઝોડાની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

READ  5 જાન્યુઆરીએ 5 રાશિઓ પર શનિ મહારાજ કરી શકે છે ઍટૅક, શું આ 5 રાશિઓમાં આપની રાશિ પણ છે ? બચવા માટે વાંચો ઉપાયો

આ પણ વાંચો: VIDEO: દિલ્હીની અનાજમંડીમાં 3 કારખાનાઓમાં લાગી આગ, વિકરાળ આગમાં 35 લોકોના મોત

રાજ્યમાં ઉત્તરના ઠંડા પવન ફૂંકાતા અમદાવાદ, ડીસા અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટ્યું છે. ઉત્તર ભારતમાં હીમવર્ષા થઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે તેની સીધી અસર રાજ્યના વાતાવરણ પર થઈ છે. અમદાવાદ શહેરમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો મોર્નિંગ વૉક પર નીકળી પડ્યા હતા. છેલ્લા બે દિવસથી લોકોને રાત્રે ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશનો સૌથી મોટો ઈલેક્ટ્રીક બસનો ઓર્ડર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આપ્યો, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments