ચોમાસા બાદ શિયાળુ પાક પણ નિષ્ફળ! કમોસમી વરસાદ બન્યા ખેડૂતોનો કાળ!

Winter crops fail after monsoon!farmers' are in trouble

કમોસમી વરસાદના એક બાદ એક રાઉન્ડથી ધરતીપુત્રો થયા છે ભારે નિરાશ. એક નુકસાનમાંથી હજુ ખેડૂતો બહાર આવતા નથી ત્યાં આકાશી આફત ફરી એકવાર ખેડૂતોને પાકને બરબાદ કરી નાખે છે. કુદરત ખેડૂતો માટે કાળ સાબિત થઇ રહી છે. ચોમાસું પાક નિષ્ફળ ગયો અને હવે શિયાળુ પાકથી પણ હવે ખેડૂતોને વધુ આશા નથી.

READ  કચ્છમાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટનો માહોલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગિરસોમનાથમાં મગફળીનો પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોની છેલ્લી આશા સમાન શિયાળુ પાક પાસેથી હતી. જો કે હવે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને કંઇ ખાસ નહીં મળે તેવી શકયતાઓ છે. કમોસમી વરસાદના કારણ ઘઉં અને કપાસના પાકને ભારે નુકસાન છે. ખેડૂતો મોસમના મારથી દેવાદાર બન્યા છે.

READ  ચૂંટણીમાં મતદાન સમયે ભારતના એકમાત્ર બૂથ પર એકમાત્ર વોટર એવા ભરતદાસજી બાપુનું નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગીરસોમનાથમાં ગત સીઝનમાં 6 માસ લાબું ચોમાસુ ચાલતા મગફળીનો પાક નિષ્ફળ ગયો જેનો વીમો કે સહાય હજુ સુધી ખેડૂતને મળી નથી. ખેડૂતો માટે રવિ પાક આશાનું કિરણ હતું પરંતુ તે પણ માવઠાને કારણે નિષ્ફળ જવાની ભીતિ છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે તેઓને સરકારી સહાય તત્કાળ આપવામાં આવે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

FB Comments