ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

Winter grips Gujarat, cold wave alert sounded for next 48 hours gujarat ma katil thandi nu moju aagami 48 kalak sudhi coldwave ni havaman vibhag ni aagahi

ઉત્તર ભારતમાં થયેલી પ્રચંડ હિમવર્ષાના પગલે ગુજરાત આકરી ઠંડીમાં ઠુંઠવાઈ ગયું છે. રાજ્યના અનેક શહેરોમાં એક જ દિવસમાં પારો 5 થી 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. નલિયામાં પારો 7 ડિગ્રી ગગડીને 3.3 થઈ ગયો. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર સ્થળ રહ્યું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: અમેરિકામાં પણ લોકડાઉનમાં છુટ, ટ્રમ્પે વેક્સીનને લઈને કર્યો આ દાવો

ત્યારે અમદાવાદ અને સુરતમાં તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ઘટતા લોકો ઠૂંઠવાઈ ગયા. ડીસા અને ભુજમાં 8 ડિગ્રી ઠંડી પડી તો રાજકોટ અને કેશોદમાં 9 ડિગ્રી આકરી ઠંડી રેકોર્ડ થઈ. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો 11 ડિગ્રીથી ઘટીને માઈનસ 2.4 ડિગ્રી નોંધાયો.

READ  ભરબજારમાંથી ધોળા દિવસે ચોર બાઈકની ચોરી કરી થઈ ગયો રફૂચક્કર, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments