સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે, નાગરિક્તા સંશોધન બિલ લાવી શકે છે સરકાર, જુઓ VIDEO

Winter Session of Parliament to begin today; Citizenship (Amendment) Bill on legislative agenda

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સંસદનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. 13 ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર 35 બિલ લાવવાની છે. પરંતુ સૌ કોઈની નજર નાગરિકતા સંશોધન બિલ પર છે. કેમ કે વિપક્ષો આ બિલમાં સંશોધનનો ભારે વિરોધ કરી રહ્યાં છે.

 

 

પરંતુ મોદી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શિયાળુ સત્રમાં તેમનું લક્ષ્ય આ બિલને પાસ કરાવવાનું છે. સાથે જ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ચીટફંડ એક્ટ 1982માં સુધારણા માટેનું બિલ પણ લાવશે. બીજી તરફ વિપક્ષ આર્થિક મંદી, બેરોજગારી, મોંઘવારી, કાશ્મીર, ખેડૂતો તેમજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા મુદ્દે સરકારને ઘેરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે કેબિનેટની મહત્વની બેઠક, જમ્મૂ-કાશ્મીરને લઈને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી શકે છે વડાપ્રધાન મોદી

સંસદમાં જે મહત્વના બિલ રજૂ થવાના છે, તેમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા સંબંધિત બિલ, ઈ-સિગરેટ પ્રતિબંધના વટહુકમ પર બિલ, કિશોર ન્યાય (સંભાળ અને સુરક્ષા) સંશોધન બિલ, અંગત ડેટા સુરક્ષા બિલ, વરિષ્ઠ નાગરિક ભરણપોષણ અને કલ્યાણ બિલ, રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી બિલ તેમજ કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે ગત ઓગસ્ટમાં મોન્સુન સત્ર દરમ્યાન સરકારે ખાસ બિલ લાવી જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ-370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. મોન્સુન સત્રમાં કુલ 30 બિલ પસાર થયા હતા. જે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ વખતના શિયાળુ સત્રમાં પણ સંસદની કાર્યવાહી ખુબ ઝડપથી ચાલશે અને મોન્સુન સત્રના બિલનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

READ  સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સંસદની કાર્યવાહી સુચારુરૂપે ચાલે તે માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠક યોજી હતી. જેમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. બેઠકમાં શિયાળુ સત્ર દરમિયાન ગૃહ શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરાયો હતો.

READ  સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!

બીજી તરફ પીએમ મોદીએ પણ આશા વ્યક્ત કરી છે કે સંસદના શિયાળુ સત્રમાં સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ તથા વિકાસના મુદ્દે ચર્ચા થશે. આમ સરકારે ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે વિપક્ષોને અપીલ તો કરી છે. પરંતુ વિપક્ષોનું આક્રમક વલણ જોતા શિયાળુ સત્ર તોફાની બની રહે તેવા એંધાણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments