ઠંડુગાર ગુજરાત: જાણો આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેટલો થશે ફેરફાર?

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઇ રહી છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના શહેરમાં કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવન ફૂંકાતા જન જીવન પર માઠી અસર પડી રહી છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે આખો દિવસ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.ત્યારે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન અનુક્રમે 9.3 અને 7.6 ડિગ્રી નોંધાતા વહેલી સવારે રક્ત થિજવી દેતી ઠંડીનો અહેસાસ થતો હતો.

READ  11 CRPF personnel killed in Naxal Attack in Sukma, Chhattisgarh - Tv9

બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સુરત, વડોદરા, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના શહેરમાં બે દિવસ કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવન ફૂંકાશે જેથી તાપમાનમાં હજુ ઘટાડો થવાની વકી છે.

ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારમાં ટાઢાબોળ વાતાવરણથી પ્રવાસીઓ અને પ્રાણી-પક્ષીઓ તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગિરનાર પર્વત પર 1.5 ડિગ્રી જેટલુ આ સીઝનનું રેકોર્ડબ્રેક નીચું તાપમાન નોંધાતા ગિરનાર હિમાલયમાં ફેરવવાની કગાર પર પહોંચ્યો હતો.

READ  આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

જુઓ વીડિયો:

ઠંડુગાર ગુજરાત

6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
કંડલાનું તાપમાન 6.7 ડિગ્રી
વડોદરાનું તાપમાન 7.2 ડિગ્રી
ગાંધીનગરનું તાપમાન 7.6 ડિગ્રી

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ડીસાનું તાપમાન 7.8 ડિગ્રી
વલસાડનું તાપમાન 8.1 ડિગ્રી
અમદાવાદનું તાપમાન 9.3 ડિગ્રી
દિવનું તાપમાન 10 ડિગ્રી
અમરેલીનું તાપમાન 10.2 ડિગ્રી
ભૂજનું તાપમાન 10.4 ડિગ્રી
સુરેન્દ્રનગરનું તાપમાન 10.5 ડિગ્રી
રાજકોટનું તાપમાન 12 ડિગ્રી

[yop_poll id=393]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

No more 'Gully Cricket', police using drone cameras to keep eye on people gathering inside societies

FB Comments