દેશની સુરક્ષા માટે જેટલી રકમ ખર્ચ થવાની છે લગભગ તેટલી રકમ 1 ગુજરાતી વેપારીએ કરી દાન

દેશની દિગ્ગજ IT કંપની વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીએ વિપ્રો લિમિડેટના 34 ટકા શેર ચેરિટી કામ માટે દાન કર્યા છે. આ શેરની બજાર કિંમત 52,750 કરોડ રૂપિયા છે.

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને નિવેદન આપ્યું કે અઝીમ પ્રેમજીએ તેમની ખાનગી સંપતિઓનો ત્યાગ કરીને ધાર્મિક કામ માટે દાન કરી ચેરિટી કામ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વધારી છે. જેનાથી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને ચેરિટી કામો માટે સહયોગ મળશે. આના પહેલા ચેરિટી કામ માટે અઝીમ પ્રેમજી દ્વારા દાન કરેલી કુલ રકમ 1,45,000 કરોડ રૂપિયા છે. તેની સાથે અઝીમ ફાઉન્ડેશન દુનિયાના મોટા ફાઉન્ડેશન લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. 73 વર્ષીય પ્રેમજી પહેલા એવા ભારતીય છે જેમને ‘The Giving Pled Initiative’પર હસ્તાક્ષર કર્યા છે. આની શરૂઆત બિલ ગેટસ અને વોરેન બફેટે કરી હતી. જેની હેઠળ તેમની 50 ટકા સંપતિ ચેરિટી કામ માટે દાન કરવાનું વચન આપવામાં આવે છે. દેશમાં રાફેલ વિમાનની ખરીદી માટે આશરે 58 હજાર કરોડ જેટલો ખર્ચો થવાનો છે હવે તેના જેટલી રકમ તો આ મૂળ ગુજરાતી પરીવારના ઉદ્યોગપતિએ દાન કરી દીધી છે.

 

અઝીમ પ્રેમજીએ ‘અજીજ પ્રેમજી ફાઉન્ડેશન’ સમાજસેવા માટે બનાવ્યું છે. જે મુખ્યત્વે શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ ફાઉન્ડેશન આર્થિક મદદ પણ કરે છે. ફાઉન્ડેશનનો ઉદ્દેશ પબ્લિક સ્કૂલિંગમાં સુધારો કરવાનો છે. આ ફાઉન્ડેશન કર્ણાટક, ઉતરાખંડ, રાજસ્થાન, છતીસગઢ, તેલંગણા, મધ્યપ્રદેશ સહિત ઘણાં રાજયોમાં કાર્યરત છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 150 NGOને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા ફંડ આપવામાં આવ્યુ છે.

અઝીમ પ્રેમજીને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘Chevalier de la Legion de Honor’પણ મળી ચૂકયુ છે. તેમને આ સન્માન સમાજસેવા કરવા માટે, ફ્રાંસમાં નાણાકીય હસ્તક્ષેપ અને IT ઉદ્યોગને વિકસિત કરવા માટે આપવામાં આવ્યું છે. તેમના પહેલા આ સન્માન મેળવનાર ભારતીય બંગાળી અભિનેતા સુમિત્રા ચેટર્જી અને બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન છે.

અઝીમ પ્રેમજીના પિતા હાશિમ પ્રેમજી પણ તેમના સમયના જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમને ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી જિન્નાએ પાકિસ્તાનના નાણાંમંત્રી બનાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમને ભારતમાં રહેવાનું પસંદ કર્યુ. અઝીમ પ્રેમજીના પિતા હાશિમ પ્રેમજી ચોખા અને ખાદ્યતેલના જાણીતા ઉદ્યોગપતિ હતા. અઝીમ પ્રેમજીનો જન્મ મુંબઈમાં થયો છે પણ તેમનો પરિવાર મુળ ગુજરાતના કચ્છ જિલ્લાનો છે.

Ahmedabad: This youth to serve tea for free if Rahul Gandhi gets elected as PM- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

રાહુલ ગાંધીને ભાજપનો વળતો જવાબ ‘તમારા પરદાદાએ જ ચીનને ભેટમાં આપી હતી UNSC સીટ’

Read Next

પદ કે હોદ્દા માટે નહીં પણ હાર્દિક પટેલ વિચારધારાને લઈને કોંગ્રેસમાં જોડાયો છે: અમિત ચાવડા

WhatsApp chat