VIDEO: વડોદરામાં મોડી રાત્રે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 102 થઈ

With 1 new coronavirus case, Vadodara's tally reaches 102

વડોદરામાં મોડી રાત્રે કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા હવે કોરોના સંક્રમિત લોકોનો આંક વધીને 102 થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં સૌથી વધુ સંકટ તોળાઈ રહ્યું છે. ગઈકાલે વધુ એક કોરોના પોઝિટવ દર્દીનું મોત નિપજ્યું હતુ. 27 વર્ષીય પોઝિટિવ દર્દીની ગોત્રીમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેની સાથે વડોદરામાં મોતનો આંકડો 3 થઈ ગયો છે.

READ  સુરત: ફરી શરૂ થયા ઉદ્યોગો, નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવા નિર્ણય

આ પણ વાંચો: VIDEO: રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો, બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરામાં રેડ ઝોન જાહેર કરાયેલા નાગરવાડામાં વધુ ચાર અને આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં બે કેસ નોંધાતા વડોદરામાં આંકડો 102 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે શહેરને ચાર ઝોનમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ઓરેન્જ અને યલો ઝોનમાં 25,986 પરિવારોના 1.29 લાખ લોકોની તપાસ કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પુલવામા હુમલા પર અફઘાનિસ્તાન પણ ગુસ્સામાં, પાકિસ્તાનને આપી દીધો આ મોટો ઝાટકો

FB Comments