મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 2250 પોઝિટિવ કેસ

with-2250-new-ccoronavirus-patients-the-tally-of-cases-in-maharashtra-rises-to-39297-

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નવા 2250 કેસ સામે આવ્યા છે. ભારતમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસથી 65 લોકોના જીવ ગયા છે. આ નવા કેસમાં સૌથી વધારે કેસ મુંબઈ શહેરમાં સામે આવ્યા છે. જ્યાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1372 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 23935 પહોંચી ગઈ છે. જેમાં 841 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રેલવે વિભાગમાં નોકરીની તક, ધોરણ 10 પાસ કરેલું હોય તેવા લોકો કરી શકશે આ નોકરી માટે અપ્લાય, અરજીની છેલ્લી તારીખ નજીક

COVID 19 icmr-revised-strategy-for-covid-19-testing-in-india

આ પણ વાંચો :  પતિએ TikTok વીડિયો બનાવવા દબાણ કર્યું તો પત્ની અને પુત્રએ કરી લીધી આત્મહત્યા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈમાં કોરોનાનું હોટસ્પોટ ધારાવી બન્યું છે. આ સ્લમ વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે અને તે તંત્ર માટે પડકારુપ બન્યાં છે. બુધવારના દિવસે મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોના વાઈરસના નવા 25 કેસ સામે આવ્યા હતા. આમ આ વિસ્તારમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1378 થઈ ગઈ છે. માટુંગા કોલોની વિસ્તારમાં પણ 6 નવા કેસ સામે આવ્યા છે. આ જાણકારી મુંબઈ નગર નિગમ દ્વારા આપવામાં આવી હતી.

READ  ખાનગી હોસ્પિટલોને ગુજરાત સરકારે 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે ફાળવવા કર્યો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્ર પોલીસના 1388 પોલીસકર્મી પણ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જેમાં હાલ 948 પોલીસકર્મી સારવાર લઈ રહ્યાં છે જ્યારે 428 પોલીસકર્મીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. જો કે 12 પોલીસકર્મીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ છે અને તેને નિયંત્રણમાં લાવવા માટે ખાનગી હોસ્પિટલની મદદ લેવામાં આવી રહી છે.

READ  કોરાના વાઈરસનો કહેર : ગુજરાત કોંગ્રેસે "ગાંધી સંદેશ યાત્રા'ને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો

 

Oops, something went wrong.

 

FB Comments