ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 580 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 30 હજારને પાર

With 580 new cases reported today number of total coronavirus cases crosses 30,000 mark in Gujarat
તસવીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 580 નવા દર્દીઓ નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 532 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં ગુજરાતમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર

READ  Raigad : Woman poisoned food after taunts over her skin tone, arrested

ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,772 લોકોએ ગુમાવ્યો જીવ

Corona Virus Daily Case Update Gujarat State

રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોના વાઈરસથી અત્યારસુધીમાં 1,772 લોકોનો જીવ ગયો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ અત્યારસુધીમાં 22038 દર્દીને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકની કોરોના વાઈરસની સ્થિતિ પર નજર કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા 6,348 નોંધાઈ છે. આ કેસમાં 61 દર્દીને વેન્ટિલટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6278 દર્દીની તબિયત સ્થિર છે.

READ  સ્માર્ટ સિટીના પથ પર આગળ વધી રહેલા અમદાવાદમાં ઈમરજન્સી નંબરની સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

With 580 new cases reported today number of total coronavirus cases crosses 30,000 mark in Gujarat

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 30 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા વધીને 30,158 થઈ ગઈ છે.  જ્યારે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ 20058 નોંધાયા છે. આમ સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંંધાયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે 1398 લોકોએ જીવ ગુમાવ્યો છે.

READ  અમદાવાદની આ સ્કૂલો ફાયર સેફ્ટીના નિયમના લીરેલીરા ઉડાવી રહી છે, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments