કન્યા વગરના લગ્ન- 200 મહેમાનો બન્યા જાનૈયા, 800 લોકોને જમાડવામાં આવ્યા

27 વર્ષીય અજય બારોટનું સપનું હતું કે તે તેના પિતરાઈ ભાઈની જેમ લગ્ન કરે પણ માનસિક રૂપે નબળાઈ હોવાને લીધે તેમના માટે કોઈ સંબંધ મળી રહ્યો ન હતો. અજય જ્યારે પણ બીજા કોઈના લગ્નમાં જતો ત્યારે તેમની આ ઈચ્છા વધી જતી.

આ વાત તેમના પરિવારને પણ કરી તે છતાં ઘરના લોકો પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ હતો નહી, ઘણાં પ્રયત્નો પછી કોઈ સંબંધ નક્કી થઈ શકયો નહીં, ત્યારે પરિવારના લોકોએ કન્યા વગર જ અજયની ઈચ્છા પુરી કરવાનો નિર્ણય લીધો.

 

READ  Congress workers protest over attack on North Indians outside Gujarat Bhavan in, Delhi-Tv9

લગ્નના એક દિવસ પહેલા મહેંદી અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નજીકના મિત્રો અને સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા. બીજા દિવસે શેરવાની, ગુલાબી પાઘડી અને હાર પહેરીને વરરાજાને તૈયાર કરવામાં આવ્યા હતા પછી અજયને ઘોડા પર બેસાડીને ગામમાં વરઘોડો કાઢયો હતો. તેમાં લગભગ 200 લોકો સામેલ થયા હતા. જમવા માટે લગભગ 800 લોકો આવ્યા હતા.

અજયના પિતા વિષ્ણુભાઈ બારોટે જણાવ્યું કે મારો પુત્ર લગ્નની વિધિઓને લઈને ખુબ ઉત્સુક હતો. બીજાના લગ્ન જોઈને તે હંમેશા તેના લગ્નને લઈને પ્રશ્નો કરતો, ત્યારે અમારી પાસે કોઈ જવાબ ન હતો. તે તેના લગ્નનો આનંદ લેવા ઈચ્છતો હતો.

READ  Banaskantha : Rape accused brought to Palanpur civil hospital for checkup, tried to escape - Tv9 Gujarati

આ પણ વાંચો: અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા 412 લોકો પાસે વસૂલવામાં આવ્યો આટલો દંડ, જુઓ વીડિયો

ત્યારે પરિવાર તરફથી તેના લગ્નની વાત કરી અને આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેથી અજયને લાગે કે તેના લગ્ન થઈ રહ્યાં છે અને તેનું સપનું પૂરૂ થઈ રહ્યું છે. હું ખુશ છુ કે મેં મારા પુત્રનું સપનું પૂરૂ કર્યુ.

READ  Small vehicles get exemption from toll tax on AUDA Ring road in Ahmedabad - Tv9

અજયના કાકા કમલેશ બારોટે કહ્યું કે તેમના ભત્રીજાને સંગીતનો ખુબ શોખ છે. ડાન્સ કરવાથી તેના ચહેરા પર ચમક આવી જાય છે. ફેબ્રુઆરીમાં મારા પુત્રના લગ્ન જોયા પછી અજયે પરિવારને કહ્યું કે મારા લગ્ન ક્યારે થશે. જ્યારે મારા ભાઈએ તેમના પુત્રની ઈચ્છા પૂર્ણ કરવા માટે કન્યા વગરનો આઈડિયા લઈને આવ્યા તો અમે બધા જ લોકોએ તેમને સાથ આપવાનો નિર્ણય લીધો.

 

Oops, something went wrong.
FB Comments