લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, એક માસમાં બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી છે.

આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

SBIએ વ્યાજદરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ  ઘટાડાથી SBIના એક વર્ષની લોન પર MCLR 8.5%થી ઘટી 8.45% થઇ ગયો છે. આ ઘટાડો દરેક સમયગાળાની લોન પરના વ્યાજદર પર લાગુ પડશે જે શુક્રવારથી જ લાગુ થયું છે. આનો મતલબ એ થાય છે કે જો તમે હોમ લોન લેવા માટે જાઓ છો તો તમને પહેલા કરતા 0.05% સસ્તા વ્યાજદર પર લોન મળશે. તેવી જ રીતે તમે જો SBIના જૂના ગ્રાહક છો અને તમને હાલ 8.50%ના વ્યાજદરથી હોમ લોનના EMI ભરો છો તો તેમાં હવે 0.05%ની રાહત મળશે.

 

READ  Gaudhan Yatra to spread awareness for Cow MIlk & other product, Bhuj.

એક મહિનામાં બીજી વખત એવુ બન્યું કે SBIએ વ્યાજદરમાં ઘટાડો કર્યો, MCLRમાં કરેલા ઘટાડા બાદ 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં 0.15%નો ઘટાડો થયો છે. 1 મેથી SBIએ વ્યાજદરના નિયમોમાં ફેરફાર કર્યો છે જે મુજબ લોન અને ડિપોઝીટના વ્યાજદરને RBIના રેપો રેટ સાથે જોડી દીધો છે. આમ, હવે RBIના રેપો રેટમાં થતા ફેરફારની અસર સીધી જ લોન અને ડિપોઝીટના વ્યાજદર પર થશે.

READ  EMIને લઈ RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં ઘટાડાની કરી જાહેરાત
Oops, something went wrong.

 

FB Comments