તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?

ભારતની સરકારી એર લાઈન્સ એર ઈન્ડિયા પર દેવુ વધી રહ્યું છે. સરકારી કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાની ચેનલને જણાવ્યું કે કંપનીને જૂન મહિના સુધીમાં કોઈએ ખરીદી નહીં તો કંપની બંધ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો આ મોટો ઈતિહાસ, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હાથમાં બંદૂક પકડી તાજમહેલની આતંકીઓથી સુરક્ષા કરતા CISFના જવાનોના હાથમાં જોવા મળી રહી છે 'ગલોલ', જાણો કેમ

 

 

ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા દેવુ કરી રહેલી કંપની છે. કંપનીના 12થી નાના વિમાનોને ચલાવવા માટે મૂડીની જરુર છે જ્યારે સરકાર આ કંપનીને જ વેચવા ઈચ્છે છે. આ અંગે સરકાર ગમે ત્યારે પત્ર જાહેર કરી શકે છે જેમાં એર ઈન્ડિયાનો અમુક હિસ્સો વેચવાની વાત હોય. જો કે બજારમાં એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોઈ ખરીદનાર નહીં મળે તેવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે.

READ  અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે અમે અત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં કંપનીનું પરિચાલન કરી રહ્યાં છીએ. વધારેમાં વધારે જૂન મહિના સુધી અમે આ સ્થિતિને જાળવી રાખીએ શકી તેમ છીએ. જો સમય સુધી કોઈ ખરીદનાર ના મળ્યો તો અમારે દુકાન બંધ કરવી પડશે. આ સિવાય તેઓએ જણાવ્યું કે અમે સરકારની પાસે પરિચાલન ચાલુ રાખવા માટે 2400 કરોડ રુપિયાની ગેરંટી આપવાની માગણી કરી હતી જેમાંથી સરકારે ફક્ત 500 કરોડ રુપિયા આપવાની હા પાડી છે. ઉલ્લેખનીય છે કે આ માહિતી એર ઈન્ડિયાના એક અધિકારીએ આપી છે કંપની દ્વારા કોઈ આધિકારીક આવી જાહેરાત કરવામાં આવી નથી.

READ  VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર 'મહા' વાવાઝોડાનો ખતરો, આગામી 3 દિવસમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે

 

 

FB Comments