WhatsApp ઓપન કર્યા વગર Google Searchથી આ રીતે મોકલી શકાય છે મેસેજ

Google Assistant દ્વારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી હાલમાં પણ યૂઝર્સ Whatsapp મેસેજ કરી શકે છે. આ પ્રકારનું એક ફીચર પણ છે, જેની હેઠળ જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને તમારી પાસે લેટેસ્ટ વર્ઝનનો એન્ડ્રોઈડ ફોન છે તો તમે સીધા ગૂગલ સર્ચથી વોટસએપ મેસેજ મોકલી શકો છો.

તેના માટે તમારે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ એપ્લિકેશનની મદદ લેવી પડશે. ઘણી વખત ગૂગલ એપ્લિકેશન પર કંઈક સર્ચ કરી રહ્યા હોય અને વોટસએપ ઓપન કરવા ઈચ્છતા નથી. ત્યારે સીધા ગૂગલ એપ્લિકેશનના સર્ચ બારમાં જઈને વોટસએપ ટાઈપ કરો, ત્યાં સર્ચની નીચે એક ઓપ્શન મળશે. Send a whatsapp message સૌથી ઉપર દેખાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  તમારી પાસે આ ફોન છે તો 1 જૂલાઈથી WhatsApp થઈ શકે છે બંધ, કંપનીએ કરી જાહેરાત

Send a whatsapp messageની નીચે TO અને Messageનો ઓપ્શન મળશે. TO પર ટેપ કરીને તમે કોન્ટેક્ટ સિલેક્ટ કરી શકો છો, જેને મેસેજ મોકલવાનો હોય. તેની નીચે તમારે મેસેજ ટાઈપ કરવાનો ઓપ્શન મળશે. મેસેજ ટાઈપ કરો અને સેન્ડ આઈકોન પર ક્લિક કરો. મેસેજ વોટસએપ દ્વારા કોન્ટેક્ટને પહોંચી જશે. તેથી તમારે વોટસએપ મેસેજ મોકલવા માટે એપ્લિકેશન ઓપન કરવાની જરૂરીયાત રહેશે નહી.

READ  VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીના અપહરણનો કેસ, પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે આ ફીચર એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે છે અને આઈફોનમાં આ ઓપ્શન મળતો નથી. આ મેસેજ કરવા માટે વોટસએપ મેસેજ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં વોટસએપ એપ્લિકેશન હોવી જરૂરી છે અને વોટસએપ એકાઉન્ટ પણ ચાલુ રાખવુ જરૂરી છે, જેથી ગૂગલ સર્ચ બારનો ઉપયોગ કરીને તમે વોટસએપ મેસેજ સેન્ડ કરી શકો છો.

READ  JNU હિંસા: દિલ્હી હાઈકોર્ટે Facebook, Whatsapp અને Googleને આપી નોટિસ

આ પણ વાંચો: ઈંગ્લેન્ડની સામે આ જર્સીમાં ઉતરશે ભારતીય ટીમ, BCCIએ શેર કર્યો PHOTO

વોટસએપ મેસેજ Google Assistant દ્વારા મોકલવા માટે તમે Ok Google કે Hey Google બોલીને Send Whatsapp message કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ પણ તમને ઓપ્શન મળશે જેનો ઉપયોગ કરીને વોટસએપ ઓપન કર્યા વગર ડાયરેક્ટ વોટસએપ મેસેજ મોકલી શકો છો.

 

Oops, something went wrong.
FB Comments