VIDEO: કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને મોતની ધમકી, ગણતરીની કલાકોમાં આ મહિલાની ધરપકડ

ishwar

રાજ્યના પ્રધાન ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગઈ છે. મહિલાનું નામ પ્રવીણા મૈસૂરીયા હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકળામણના કારણે તાણ અનુભવતા પ્રધાનને ધમકી આપવાનું પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે પ્રવીણાએ ઈશ્વર પરમારને અલગ-અલગ કવરમાં પત્ર લખ્યા હતા. જેમાં તેણે રૂપિયા દોઢ કરોડની ખંડણી આપવાની માગ કરી હતી. અને જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરીકાની પાકિસ્તાનને ચેતવણી: હવે ભારત પર હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ જશે

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એટલું જ નહીં મહિલાએ ઈશ્વર પરમારને બદનામ કરવાની અને ખોટી રીતે હેરાન કરવાની પણ ધમકી આપી હતી. જેને પગલે ઈશ્વર પરમારે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના કલાકોમાં જ મહિલાને ઝડપી પાડી હતી.

READ  મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો આવશે અંત, જુઓ VIDEO

[yop_poll id=”1″]

FB Comments