કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા

કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પર જાહેરમાં ચંપલ ફેંકવામાં આવ્યું છે. હરિયાણાના રોહતકમાં આ ઘટના બની છે. એક રેલીમાં સિદ્ધુનો દાવ ઉલટો પડી ગયો અને લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા.

કોંગ્રેસ નેતા નવોજતસિંહ સિદ્ધુ પોતાની રેલીમાં વારંવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર પ્રહારો કરે છે. પરંતુ હરિયાણાનાં રોહતકની રેલીમાં એમનો આ દાવ ઉલટો પડી ગયો હતો. સિદ્ધુ જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. સિદ્ધુ કોંગ્રેસના ઉમેદવાર દીપેંદ્ર હુડ્ડાનો પ્રચાર કરવા માટે ગયા હતા. આ દરમિયાન જ એક મહિલાએ એમની તરફ ચંપલ પણ ફેક્યુ હતુ જે મંચ પાસે આવીને પડ્યુ હતું. ત્યારબાદ પોલીસે મહિલાને પકડીને પૂછપરછ કરી હતી.

 

READ  'અનોખો સંયોગ' આજના દિવસે 45 વર્ષ પહેલા થયું હતું ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ

મહિલાનું નામ જીતેંદ્ર કૌર જાણવા મળી રહ્યું છે. પોલીસના કહ્યા પ્રમાણે મહિલાની સિદ્ધુ પ્રત્યેની નારાજગીને ચંપલ ફેકવા પાછળનુ કારણ માનવામાં આવી રહ્યું છે. મહિલાના કહેવા પ્રમાણે ” સિદ્ધુનો BJPમાં મેળ ન પડ્યોં તો કોંગ્રેસમાં આવી ગયા. પહેલા એ સોનીયા અને મનમોહનસિંહનો વિરોધ કરતા હતા જ્યારે હવે નરેંદ્ર મોદીનો કરવા લાગ્યા છે “. ત્યારબાદ જ્યારે સિદ્ધુ કાર્યક્રમમાંથી પાછા જઈ રહ્યા હતા તે વખતે અમુક લોકોએ તેમને કાળા ઝંડા બતાવીને મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા. આ જોઈને કોંગ્રેસ કાર્યકર્તા અને નારા લગાવનાર લોકો આમને સામને આવી ગયા હતા. ટકરાવની પરિસ્થિતી સર્જાઈ હતી તે જોઈને પોલીસે પરિસ્થિતી કાબુમાં લીધી હતી.

READ  Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

Delhi violence: Uneasy calm in northeast district, toll mounts to 28| TV9News

FB Comments