સુરતમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી અપૂર્વ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત થયું. મહિલાનું મોત થતા જ પરિવારજનોએ તબીબી બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો અને બેદરકાર તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાની માગ કરી. હાલ મૃતક મહિલાનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ પરિવારજનોએ તબીબો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે તબીબે સિઝેરીયન કર્યા બાદ સમયસર ટાંકા ન લીધા અને બેદરકારી દાખવી. જોકે હવે જ્યાં સુધી તબીબ સામે કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહિં સ્વીકારે તેવી ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી છે.

READ  અમદાવાદના ખોખરામાં વીજળીનો શોક લાગવાથી ત્રણ ગાયના મોત, ટોરેન્ટ પાવર સામે ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હવે રાત્રી દરમિયાન પોલીસના દંડા નહિ દુકાનો ચાલશે, 70 વર્ષ જુના કાયદામાં ગુજરાત સરકારે કર્યો ફેરફાર

 

FB Comments