આટલી હિમ્મત ? ઇંડિયા ગેટ પર લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ‘ના નારા ! કોણ છે આ મહિલા ?

ઇંડિયા ગેટ પર આજે સવારે હોબાળો મચી ગયો. એક મહિલાએ મોટો હંગામો ઊભો કરી દિધો. તેના આ હંગામાના પગલે સલામતી માટે તહેનાત પરાક્રમ પોલીસે 100 નંબર પર ફોન કરવો પડ્યો.

હકીકતમાં ઇંડિયા ગેટ પર એક મહિલાએ અમર જવાન જ્યોતિ પર જઈ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં. એટલું જ નહીં, આ મહિલાએ ત્યાં મૂકાયેલા ગમલા પણ તોડી દિધાં. આ મહિલાએ અમર જવાન જ્યોતિની સલામતી માટચે તહેનાત સિપાહીઓ ઉપર હાથ પણ ઉઠાવ્યો.

મહિલા હોવાના કારણે પોલીસ વાળા લાચાર નજરે પડ્યાં. અંતે પોલીસે 1000 નંબર પર ફરિયાદ કરવી પડી અને મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.

આ પણ વાંચો : 14 જાન્યુઆરીએ નથી ઉત્તરાયણ : તમારા દાદાએ જોયો હોય તેવા દુર્લભ મહાસંયોગના તમે બનશો સાક્ષી, પણ આ એક મહિનાનો મહાસંયોગ તમને ફળશે કે નડશે ? જાણવા માટે CLICK કરો

મળતી માહિતી મુજબ સવારે 8 વાગ્યે એક મહિલા ઇંડિયા ગેટ પર થેલો લઈને પહોંચી અને હંગામો શરુ કરી દિધો. તેણે ચપ્પલો ફેંકી અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં. મહિલા અમર જવાન જ્યોતિ પાસે જવા માંગતી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેને રોકતા તેણે હંગામો શરુ કરી દિધો. મહિલાએ ગમલા તોડવાનું શરુ કરી દિધું. મહિલાને રોકવા માટે જવાનો જ્યારે આગલ વધ્યા, તો તે મહિલા આમ-તેમ ફરવા લાગી. થોડીક વાર બાદ મહિલા ફરીથી આવી અને તેણે સેનાના એક અધિકારીને ધક્કો આપી દિધો. ત્યાર બાદ જવાનોએ 100 નંબર પર કૉલ કર્યો.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીને તો વિદેશ પ્રવાસ કરવા માટે વડાપ્રધાન બનવું પડ્યું, પણ કેરળનું ચા વેચનાર આ દંપતિ 23 દેશોનો પ્રવાસ કરી ચુક્યું છે : જુઓ VIDEO

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તિલક માર્ગ પોલીસના જણાવ્યા મુજબઆ મહિલા માનસિક રીતે વિક્ષિપ્ત છે. મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના ડીસીપી મધુર વર્માએ કહ્યું કે મહિલા માનસિક રીતે બીમાર લાગે છે. પોલીસ તેનું તબીબી પરીક્ષણ કરાવી રહી છે. તપાસ બાદ મહિલાને માનસિક સુધાર ગૃહ મોકલવામાં આવશે.

[yop_poll id=582]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Sinkhole opens up near Swastik cross road, Amraiwadi | Tv9GujaratINews

FB Comments

TV9 Web Desk7

Read Previous

બીજા લગ્ન ગેરકાયદે પણ તેનાથી પેદા થયેલું બાળક કાયદેસર: સુપ્રીમ કોર્ટ

Read Next

IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે જો કરશો આ ભૂલ તો ટિકિટ બૂક તો નહીં થાય અને પૈસા પણ કપાશે

WhatsApp પર સમાચાર