કેશોદ નજીક ચાલુ બાઈકના વ્હીલમાં સાડીનો છેડો આવી જતાં મહિલા રોડ પર પટકાઈ અને થયું મોત

જૂનાગઢના કેશોદ નજીક અક્સ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યુ છે. ઘટના સોંદરડા રોડ પર બની હતી કે જ્યારે ચાલુ બાઈકમાં પાછળ બેઠેલી મહિલાની સાડીનો પાલવ બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ ગયો હતો. મહિલા ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ હતી.

આ પણ વાંચો: TV9ના અહેવાલ બાદ વી.એસ. હોસ્પિટલનું તંત્ર આવ્યું એક્શનમાં, 24 કલાકથી હોસ્પિટલ બહાર રહેલી દર્દી અંજનાને મળી સારવાર

ઈજાગ્રસ્ત મહિલાને સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજ્યુ. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTVમાં જોઈ શકાય છે કે મહિલા ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ છે. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

READ  દુબઈની રાજકુમારીનો વિવાદ! જે ઘરેથી ભાગી, હાલ પાછી દુબઈમાં હોવાનો દાવો અને સંડોવાયું ભારતનું નામ!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments