તે નથી બોલી શકતી કે નથી ચાલી શકતી, તેનામાં નથી લાગણીઓનો ઘોડાપૂર કે નથી દ્વેષનો ઝંઝાવાત, તે તો છે સ્થિતપ્રજ્ઞ, છતાં કોણ બની ગયું તેનું દુશ્મન ?

અમેરિકાની એક હૉસ્પિટલમાં વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હૉસ્પિટલમાં 10 વર્ષથી કૉમામાં રહેલી એક મહિલાઓ બાળકને જન્મ આપ્યો છે. આ ઘટનાએ સૌને દંગ કરી દિધા છે.

પોલીસ અને હૉસ્પિટલ સ્ટાફને સમજણ નથી પડી રહી કે આવું કેવી રીતે થઈ ગયું ? જે મહિલા 10 વર્ષથી કૉમામાં હોય, તે બાળકને જન્મ કઈ રીતે આપી શકે ?

મળતી માહિતી મુજબ આ ઘટના અમેરિકાના એરિજોના રાજ્યના એક શહેરમાં આવેલા હૅસિએંડા હેલ્થકૅરની છે કે જ્યાં એક મહિલા એક દાયકાથી દાખલ છે અને કૉમામાં છે.

આ પણ વાંચો : હીરાબા પાસે એવું તો શું હતું કે સવાર-સવારમાં જ તેમના ઘર બહાર લાગી જતી હતી મહિલાઓની લાઇન

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મહિલાને ગત 29 ડિસેમ્બરે પ્રસવ પીડા થઈ. ત્યાર બાદ સ્ટાફે તેનો કણસવાનો અવાજ સાંભળ્યો. તે વખતે તો સ્ટાફને કંઈ સમજાતું નહોતું. પાછળથી ખબર પડી કે મહિલા તો પ્રેગ્નંટ છે. બાદમાં આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો.

આ પણ વાંચો : અમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હાલમાં તો પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. કૉમામાં રહેલી મહિલાએ બાળકને જન્મ આપતાં સમગ્ર હૉસ્પિટલ સ્ટાફ પણ શંકાના દાયરામાં આવી ગયો છે. આ ઘટનાની ચોતરફી ટીકા થઈ રહી છે.

હવે આ મહિલા માટે એક માનવાધિકાર કાર્યકરે અવાજ ઉઠાવ્યો છે. ટાશા મેનેકર નામના આ માનવાધિકાર કાર્યકર વકીલ પણ છે. તેમણે માંગણી કરી છે કે હૉસ્પિટલમાં કામ કરનાર તમામ પુરુષ સ્ટાફનો ડીએનએ ટેસ્ટ કરાવવો જોઇએ.

આ ઘટનાની જાણ એરિજોનાના ગવર્નર ડગ ડેઝીને પણ થઈ. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો અને હૅસિએંડા હેલ્થકૅરને નિર્દેશ આપ્યો કે તે દર્દીઓની સલામતીનું વિશેષ ધ્યાન રાખે.

[yop_poll id=492]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Heavy rainfall in Gir forest area, Shangawadi river overflowing | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

જાણો છો રાત્રે કૂતરા કેમ રડે છે? કારણ જાણીને વિશ્વાસ નહીં આવે

Read Next

તમારા મોબાઈલની બેટરી બહુ જલ્દી પતી જાય છે? આ હોઈ શકે કારણો, જાણો સરળ ઉપાયો જેનાથી તમારા મોબાઈલની બેટરી ચાલશે લાંબી

WhatsApp પર સમાચાર