VIDEO: અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં સર્જાઈ વિચિત્ર ઘટના, કોણે કર્યો ઈ-મેઈલ અને કોની છૂટી નોકરી?

અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઝઘડાના કારણે પરિણીતાની નોકરી છૂટી ગઈ અને સમગ્ર મામલો પહોંચ્યો સાયબર ક્રાઈમમાં. ઘટનાની વિગતો પ્રમાણે પતિ અને પત્ની બંનેએ એકબીજા પર અલગ અલગ આરોપ લગાવ્યા છે.

પરિણીતાએ પોલીસમાં લખાવેલી ફરિયાદ પ્રમાણે તેના ઈ-મેઇલ આઈ-ડી પરથી તેના સાસરિયા પક્ષમાંથી કોઈએ રાજીનામાનો મેઇલ કર્યો. જેના કારણે તેની નોકરી છૂટી ગઈ છે. પ્રાથમિક તપાસ બાદ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે પરિણીતાના જેઠની ધરપકડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ

આ પણ વાંચોઃ કંગના રનૌતની આગામી ફિલ્મને લઈ વિવાદ, તમિલનાડુના પૂર્વ CM જયલલિતાની બાયોપિક છે થલાઈવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો બીજી બાજુ ફરિયાદી મહિલાના પતિનું કહેવું છે કે, તેની પત્નીનું કોઈ યુવક સાથે અફેર ચાલે છે. જે પકડાઈ જતા તે ખોટી ફરિયાદો કરીને પરિવારને હેરાન કરે છે. તેના પતિનો એવો પણ આક્ષેપ છે કે તેની પત્નીની ચાલચલગતને કારણે ઓફિસે જ તેની પાસેથી રાજીનામું માગી લીધું છે. તેણે ઉમેર્યું કે પત્ની પરિવાર સાથે રહેવા માગતી નથી અને માત્ર તે પરિવારને પરેશાન કરવા જ આ પ્રકારની ફરિયાદ કરે છે.

READ  Gujarat Technological University without library ? Yep, it's a thing - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments