બોગસ ડિગ્રી, બોગસ દવા અને હવે આવ્યા બોગસ છૂટાછેડા, જાણો ગુજરાતના એક શહેરનો અજીબોગરીબ કિસ્સો

woman makes fake divorce certificate

woman makes fake divorce certificate

અંકલેશ્વરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા પતિએ ફરિયાદ નોંધાવતા પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છેફરિયાદની વાત કરીએ તો પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના પતિ સાથે છૂટાછેડાના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. 48 વર્ષિય મહિલાએ પોતાનાથી 20 વર્ષ નાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સ્ટેમ્પ પેપર પર બોગસ નોટરી, સ્ટેમ્પ અને સહી પણ કરાવી હોવાનું સામે આવ્યું છેજે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પરિણીતા અને પ્રેમીની ધરપકડ કરી છે.

woman makes fake divorce certificate

અંકલેશ્વરના એક પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાને ફેસબુક ઉપર ૨૦ વર્ષ નાના યુવાન સાથે પ્રેમ થતા પોતાના બાળકો અને પતિને છોડી પ્રેમી પાસે જવા મહિલાએ ગુનાનો રસ્તો અપનાવ્યો જેના કારણે પરણિતા અને તેના પ્રેમી બંનેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ૪૮ વર્ષીય પરિણીતાને જયપુરના ૨૮ વર્ષીય યુવક સાથે ફેસબુક ઉપર મિત્રતા બંધાઈ હતી જે સમય જતા પ્રેમમાં પરિણમી હતી. પ્રેમી જોડાએ પરિવારના સભ્યોના નકલી દસ્તાવેજ અને સહીની મદદથી બનાવટી ડિવોર્સ ડીડ બનાવી હતી અને બોગસ દસ્તાવેજના આધાર પર બંનેએ લગ્ન કરી લીધા હતા પરંતુ તેમનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે બંને ની ધરપકડ કરી હતી.

 

[yop_poll id=1139]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી

ISRO successfully launches earth observation satellite RISAT-2B - Tv9

FB Comments

Ankit Modi

Read Previous

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પર એક મહિલા ધારાસભ્યે કર્યો 5 કરોડનો માનહાનિનો કેસ!

Read Next

ઠાઠ હોય તો આ ભારતીય જેવો! પાઘડીના રંગની સાથે રોજ બદલે છે કરોડોની કાર, એક જ દિવસમાં ખરીદી લીધી 50 કરોડ રુપિયાની 6 Rolls Royce, કંપનીનો CEO પણ કારની ચાવી આપવા આવ્યો ઘરે

WhatsApp chat