સુરત : આ મહિલાને ટ્રાફિક પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી, જુઓ VIDEO

woman misbehaves with police
woman misbehaves with police

સુરતમાં એક મહિલાનો પોલીસ સાથે દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જનતાની સુરક્ષા માટે રાખેલી પોલીસ ખુદ સુરક્ષિત નથી તે આ ઘટના સાબિત કરે છે.

woman misbehaves with police

દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ મહિલા રીતસર પોલીસ કર્મચારીને ખખડાવી રહી છે. પોલીસ જવાન ફોન પર તેના ઉપરી સાથે વાત કરી રહ્યો છે ત્યારે મહિલા તેનો હાથ ઝટકીને તેને રોકે છે. એટલું ઓછું હોય તેમ પોલીસ કર્મીને ધક્કા મારે છે. એક તરફ મહિલા પોલીસ જવાન સાથે રૂઆબ સાથે ઝઘડી રહી છે. તો બીજી તરફ ભીડને જોઈને પોલીસ કર્મી પણ તેની સામે લાચાર દેખાય છે.

READ  ગરીબોની કસ્તૂરી કહેવાતી ડૂંગળીના ભાવમાં એકાએક વધારો નોંધાઈ શકે છે, આ મુખ્ય કારણો જવાબદાર

જુઓ VIDEO

વાત એમ છે કે સુરતના ભરચક વિસ્તારમાં નો-પાર્કિંગમાં પાર્ક કરેલી આ મહિલાની કારને પોલીસે લોક મારી દીધું હતું. પરંતુ લાજવાના બદલે આ મહિલા ગાજી અને જાણે પોલીસની ભૂલ હોય તેમ તેની સાથે વર્તન કરવા લાગી. મહિલા પોતાની કારનું લોક ખોલાવવા માટે ઊંચા અવાજે પોલીસને રીતસર ધમકાવી રહી છે.

READ  અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં કર્યુ ચોંકાવનારૂ સોગંદનામું, જુઓ VIDEO
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ઉમરા પોલીસે આ મામલે સરકારી ફરજમાં રૂકાવટ તથા પોલીસ સાથે ગેરવર્તણૂક બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

[yop_poll id=304]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Market experts welcome Nirmala Sitharaman decision to slash corporate tax rate | Tv9GujaratiNews

FB Comments