અરુણાચલના મુખ્યમંત્રી પર 1 મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, ફરિયાદ ન નોંધાતા મહિલા પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના મુખ્યંત્રી પેમા ખાંડૂને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટમાં પેમા ખાંડુ વિરુદ્ધ ન્યાયીક કાર્યક્ષેત્ર બદલીને દિલ્હી હાઈકોર્ટમાં કેસ ચલાવવા તેમજ બળાત્કારના આરોપોને લઈને સુરક્ષાની માગણી કરતી અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તા પોતાના અધિકારવાળા ક્ષેત્રમાં જઈ શકે છે અને સુરક્ષાને લઈને સંબંધિત ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું કે આ ઘટના 2008ના વર્ષની છે અને હાલ તેને 11 વર્ષ થઈ ચૂક્યાં છે. તમે આ ઘટનાની અરજી 2015ના વર્ષમાં કરી હતી. જો તમને સુરક્ષા આપવામાં આવે તો એવું લાગે કે અમે તમારી અરજી પર સુનાવણી કરી રહ્યાં છીએ. બીજી તરફ અરજીકર્તાના તરફથી કપિલ સિબ્બલે દલીલ કરી કે મહિલા ડરના લીધે અરજીના કરી શકી. તસવીર જોઈને તેણીને ખબર પડી કે બળાત્કાર કરનાર પેમા ખાંડુ છે અને ફરિયાદ બાદ તે 2016ના વર્ષમાં સીએમ બન્યા. કપિલ સિબ્બલે માગણી કરી કે કોર્ટે આ મામલે નોટીસ જાહેર કરવી જોઈએ.

 

READ  VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?

26 વર્ષની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું કે 2008ના વર્ષમાં એક સરકારી ગેસ્ટ હાઉસમાં પેમા ખાંડુ અને તેના અન્ય સાથીઓ દ્વારા તેણીનો બળાત્કાર કરવામાં આવ્યો. ત્યારે તે 15 વર્ષની હતી અને તેમને નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. 2015ના વર્ષમાં તેણીએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા વાત કરી પણ ઈટાનગર પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી. 2016ના વર્ષમાં નીચલી અદાલતે પણ પ્રાથમિક તપાસ ફરિયાદ દાખલ કરવાની અરજીને ફગાવી દીધી. પોતાની અરજીમાં મહિલાએ કહ્યું કે તેણીના પરીવાર માટે કેન્દ્ર સરકારમાંથી સુરક્ષા આપવામાં આવે. વધુમાં આ કેસને અરુણાચલ હાઈકોરટને બદલે દિલ્હી હાઈકોર્ટમાં ચલાવવામાં આવે.

READ  1987માં ગાવસ્કરે ન્યુઝીલેન્ડ સામે 85 બોલમાં ફટકારી હતી સદી, જુઓ આ યાદગાર VIDEO

Ahmedabad traffic police hold 'Booth pe Charcha', to educate commuters about the new MV Act

FB Comments