ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

પ્રતિકાત્મક તસવીર

કેરળમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યોં છે. કેરળના મોવેલિક્કારામાં એક વ્યક્તિ દ્વારા કથિત રીતે જીવતા સળગાવવામાં આવેલ 34 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનું શનિવારે મૃત્યુ થયું હતુ. પોલીસ દ્વારા મળતી જાણકારી પ્રમાણે મહિલા પોલીસ કોન્સ્ટેબલ વલ્લીકુન્નમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

પોલીસે જણાવ્યા મુજબ જ્યારે મહિલા પોતાની ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આરોપીએ તેના પર પેટ્રોલ નાખીને આગ લગાવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મહિલાને સળગાવતી વખતે આરોપી પણ દાજી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ બાબતે તપાસ શરૂ છે અને ક્યાં કારણે આ હુમલો કરાવવામાં આવ્યોં એ પોલીસ તપાસ કરી રહીં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આવો જ એક કિસ્સો જુનાગઢમાં પણ સામે આવ્યો હતો. ગત વર્ષે એક મહિલા પોલીસને તેના જ પતિ અને સાસરીયા પક્ષ દ્વારા કથિત રીતે સળગાવાનો બનાવ સામે આવ્યો હતો.

READ  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, આજે નવા 925 કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments