જો તમને શોખ છે ‘એનિમલ પ્રિન્ટ’ના આવા સ્ટૉકિંગ્સ પહેરવાનો તો વાંચી લેજો આ ખબર, તમારા પણ તૂટી શકે છે પગ!

જ્યારે વાત આવે ફેશનની.. ત્યારે કેટલીક મહિલાઓ કંઈ પણ, ચિત્ર-વિચિત્ર ટ્રેન્ડ્સ કે સ્ટાઈલ્સને અપનાવવામાં જરાય ન ખચકાય.

આવા જ વિચિત્ર ટ્રેન્ડ્સમાં ‘એનિમલ પ્રિન્ટ’ ઘણી લોકપ્રિય થઈ છે. જો એનિમલ પ્રિન્ટની વસ્તુઓ યોગ્ય રીતે, સમજી વિચારીને પહેરવામાં કે વાપરવામાં આવે તો કેટલું સારું.

પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે એનિમલ પ્રિન્ટની ફેશન તે કરવા ગયા, એનિમલ પ્રિન્ટની કોઈ વસ્તુ તમે પહેરી અને તમને માર પડ્યો હોય?

આ કિસ્સો છે ઓસ્ટ્રેલિયાનો. જ્યાં એક પત્નીએ સ્નૅક (સાપ) પ્રિન્ટના સ્ટૉકિંગ્સ પહેર્યાં અને પતિએ તેનો પગ જ તોડી નાખ્યો.

READ  વલ્ડૅકપની શરૂઆત પહેલા જ ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

આ કિસ્સાને ફેસબૂક પર શેર કરવામાં આવ્યો છે અને ત્યારથી આ પોસ્ટ વાઈરલ થઈ છે.

https://www.facebook.com/PakistaniCommunityInAustralia/posts/2294037487483394

ફેસબૂક પેજ ‘પાકિસ્તાન કમ્યુનિટી ઈન ઓસ્ટ્રેલિયા’ પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે,

એક મહિલાએ સાપની પ્રિન્ટના સ્ટૉકિંગ્સ પહેર્યાં અને તેના પતિએ બૅઝબોલ બેટથી તેનો પગ તોડી નાખ્યો. થયું એવું કે જ્યારે પત્ની બેડરૂમમાં હતી ત્યારે પતિએ આવતા પહેલા બારણાંમાથી રૂમમાં જોયું અને આ સ્ટૉકિંગ્સને બે અસલી સાપ સમજી બેઠો. અને બૅઝબોલ બેટ લઈને રૂમમાં આવતા જ પત્નીના પગ પર બેટથી માર્યા કર્યું. આખરે પત્નીના પગ પર ખૂબ ઈજા પહોંચી અને લોહી પણ નીકળ્યું.

READ  Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? 'Bar Girl in India' સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો : 1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

અત્યાર સુધી આ ફેસબૂક પોસ્ટ ઘણી વખત શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે,

“દરેક મહિલાએ સ્ટૉકિંગ્સની પસંદગી કરવામાં અને ખરીદવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ભલે તે ગમે તેટલા સ્ટાઈલિશ લાગતા હોય.”

[yop_poll id=392]

READ  જાણો કોણ છે જસ્ટિસ એસ.એ.બોબડે જે બનશે આગામી CJI, આ મહત્વના નિર્ણયો આપી ચૂક્યા છે

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments