સુપ્રીમ કોર્ટની બહાર જ ધારા-144 લગાવી દેવાઈ, જાતિય સતામણીના કેસમાં CJI ગોગોઈને ક્લિન ચીટ મળતા મહિલા એક્ટિવિસ્ટોનો વિરોધ

જાતિય સતામણીના કેસમાં CJIને ક્લિન ચીટ મળી જતા મહિલા એક્ટિવિસ્ટ અને વકીલોએ વિરોધ નોંધાવતા પોલીસે ધારા-144નો અમલ કરી દીધી

CJIને ગઈકાલે જાતિય સતામણીના કેસમાં ક્લિન ચીટ મળ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટમાં હંગામો ઉભો થઈ ગયો છે. જેના પગલે સુપ્રીમ કોર્ટની બહાર ધારા-144 લાગુ કરી દેવાઈ છે. મહત્વની વાત એ છે કે CJIને ક્લિન ચીટ આપ્યાના વિરોધમાં કેટલાક વકીલ અને મહિલા એક્ટિવિસ્ટોએ પ્રદર્શન કરવાની કોશિશ કરી હતી. જેને લઈ સ્થાનિક પોલીસે પ્રદર્શનકારીઓને રોક્યા અને તાત્કાલીક ધારા 144નો અમલ કરી દીધો.

READ  ફેસબુકે જાહેર કર્યુ વલ્ડૅ લીડર્સનું લીસ્ટ, ટ્રમ્પને પછાડીને નંબર 1 પર વડાપ્રધાન મોદી

આ પણ વાંચોઃ ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક

 

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં હાલના CJI રંજન ગોગોઈ પર એક મહિલાએ જાતિય સતામણીનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લઈ એક કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસના અંતે CJIને ક્લિન ચીટ આપી દેવાઈ હતી. અને તપાસમાં કોઈ ખાસ પુરાવા ન મળ્યા હોવાનો પણ ઉલ્લેખ થયો હતો. જેને લઈને કેટલાક પ્રદર્શનકારીઓ વિરોધ કરવા પહોંચી ગયા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટની બહાર ધારા-144 લગાવવા જેવી ઘટના ભાગ્યે જ સર્જાતી હોઈ છે. આ પ્રકારે દેશની સૌથી મોટી સંવેધાનિક સંસ્થા બહાર આ પ્રકારે કાનૂનનો ઉપયોગ ચોંકાવનારો છે.

READ  VIDEO: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી
Oops, something went wrong.
FB Comments