સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં જવા નીકળેલી મહિલા બે બાળકો સાથે થઇ લાપતા, મોડી રાતે ત્રણેયની મળી આવી લાશ

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક મહિલાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. બે બાળકોને લઇ શાળાના એન્યુઅલ ફંક્શનમાં ગયેલી પત્ની રાત સુધી પરત ફરી ન હતી. 

ગઈકાલે રાતે અંકલેશ્વર રેલવે પોલીસને પિરામણ નજીક ટ્રેનની અડફેટે મૃત્યુ પામેલ મહિલા અને બે બાળકોની લાશ મળી હતી. પોલીસ મૃતકોની ઓળખના પ્રયાસ કરી રહી હતી તે દરમ્યાન અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રીકેટર શિવસિંગ યાદવ સ્ટેશન ઉપર તેના પરિવારની શોધખોળ કરતા નજરે પડયા હતા. રઘવાયા ફરતા શિવસિંગને એક ભિક્ષુકે પ્લેટફોર્મ ઉપર ત્રણ લાશ પડી હોવાનું જણાવ્યું હતું. ભયભીત મને લાશ પાસે પહોંચી શિવસિંગ કફન ઉઠાવતા તેની પત્ની અને બે બાળકોના શરીરના ટુકડા જોઈ તે બેભાન બન્યા હતા.

 

મૃતક 28 વર્ષીય સુરજદેવી શિવસિંગ યાદવ તેનો 5વર્ષીય પુત્ર કૃષ્ણ યાદવ અને 3વર્ષીય પુત્રી જહાન્વી યાદવ હોવાની ઓળખ થઇ હતી. રાતે મહિલાએ બે બાળકોને બાથમાં રાખી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મુક્ત ત્રણેયના કરુણ મોત નિપજ્યા હતા. મહિલાએ સાંજે તેના પતિ શિવસિંગને બાળકોને લઇ સ્કૂલના એન્યુલ ફંક્શનમાં જઈ રહી હોવાનું કહ્યું હતું જે રાતસુધી પરત ન ફરતા પતિએ શોધખોળ કરતા મોડીરાતે પત્ની અને બાળકોની લાશ મળી આવી હતી.

[yop_poll id=1521]

Ahmedabad: Fight between 2 youths over old rivalry in Ramol, 1 dead- Tv9

FB Comments

Ankit Modi

Read Previous

લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં નહીં બને રામ મંદિર, VHP જ મુદ્દો સ્થગિત કરશે, જાણો શું છે કારણ

Read Next

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ શું હેક થઈ આરોપ લગાવી દીધો ભારત પર !

WhatsApp chat