બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે મહિલા અનુયાયીએ 10.41 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

Women follower complains of 10.41 lakh cheating against Prashant Upadhyay

બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે મહિલા અનુયાયીએ 10.41 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રશાંત પતિ-પત્નીની વચ્ચે વૈમનસ્ય ઉભુ કરીને ઝઘડા કરવાતો હતો. આ પહેલા વેપારીએ 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ પાખંડી પ્રશાંતના એક પછી એક કરતૂતો સામે આવી રહ્યા છે અને લોકો ફરિયાદો કરવા માટે હિંમત બતાવી રહ્યા છે. વડોદરા શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

READ  વડોદરા પર વરસાદી સંકટ: ઈન્ડિયન આર્મીના જવાનો પણ બચાવ કાર્યમાં જોડાયા, જુઓ VIDEO

આ પણ વાંચોઃ પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

વર્ષ 2012થી વારસીયા અને ગોત્રી સ્થિત બગલામુખી મંદિરમાં પતિ સાથે સેવા આપતી પીડિત મહિલા અનુયાયીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન થયા બાદ તે તેમના પતિ સાથે બગલામુખી મંદિરમાં જતી હતી. પતી-પત્ની બન્ને આર્થિક રીતે સદ્ધર હોવાથી પ્રશાંત ઉપાધ્યાય તેઓને પોતાની નજીક રાખતો હતો. પ્રશાંત જુદી-જુદી જગ્યા તેના અનુયાયીને સાથે રાખી હોમ હવન કરાવતો હતો. જેમાં સોના મિશ્રીત યંત્ર સિદ્ધ કરવાના બહાને મહિલા અનુયાયીના પતિને સાથે રાખી પોતાની માયાજાળમાં ફસાવી લીધો હતો. આમ પ્રશાંત દિવસ રાત મહિલા અનુયાયીના પતિ પાસે દિવસ રાત કર્મકાંડ કરાવી પોતાનો ગુલામ બનાવીને રાખતો હતો.

READ  Congress gets clear majority, wins 35 Jilla Panchayat seats in Banaskantha - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments