મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO

અરવલ્લીના મોડાસાના દધાલીયા ગામે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તો પાર કરવું પણ મુશ્કેલ બન્યું હતુ. આ વચ્ચે રસ્તો પાર કરી રહેલી એક મહિલા પાણીના તેજ પ્રવાહમાં તણાઇ હતી.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ કારખાનામાં બ્લાસ્ટ, 7ના મોત, 15 ઈજાગ્રસ્ત

પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બે મહિલાઓ અને બે પૂરૂષોને રસ્તો પાર કરતા કરતા નાકે દમ આવી ગયું. VIDEOમાં જોઇ શકાય છે કે કેવી રીતે એક મહિલા પાણીના તેજ પ્રવાહ વચ્ચે રસ્તો પાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતું રસ્તો પાર કરે તે પહેલા પાણીના પ્રવાહમાં તે તણાઇ જાય છે. જોકે આખરે મહામુસીબતે તેને બચાવી લેવામાં આવે છે.

READ  Women ransack civic office over water crisis, Surendranagar - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments