Women’s T20 World Cup: ભારતની સતત ચોથી જીત, શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું

Women's T20 World Cup Indian ni satat 4th jit sri lanka ne 7 wicket thi haravyu

ભારતે ICC મહિલા ટી-20 વિશ્વ કપના ગ્રુપ એ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે. તેની સાથે જ ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. ભારત પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યુ છે. શ્રીલંકાને હરાવી ભારતે તેમના ગ્રુપની તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર જગ્યા બનાવી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો

ભારતીય મહિલા ટીમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવી 2020 ટી-20 વિશ્વ કપમાં અત્યાર સુધી અજય છે. આ મેચમાં શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવી 113 રન બનાવ્યા, જ્યારે ભારતે 14.4 ઓવરમાં ત્રણ વિકેટ પર 116 રન બનાવી જીત દાખલ કરી. ભારત માટે શેફાલી વર્માએ સૌથી વધારે 47 રનની ઈનિંગ રમી હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન બનાવ્યા, તે સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્જ અને દીપ્તિ શર્માએ 15-15 રન બનાવ્યા.

READ  કોરોનાના સંકટ વચ્ચે પણ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ! જુઓ આ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: Women’s T20 World Cup:16 વર્ષની શેફાલી વર્માએ ક્રિકેટ દિગ્ગજોના જીત્યા દિલ, સચિન- સેહવાગે કરી પ્રશંસા

 

Oops, something went wrong.
FB Comments