દેશમાં જ્યારે ભૂર્ગભ જળ ખૂટી રહ્યું છે ત્યારે ગુજરાતની આ મહિલા તળાવો બનાવીને જળસંચયનું ઉદાહરણ પુરુ પાડી રહી છે

ફોટો સોર્સ- મિત્તલ પટેલ ફેસબુક

ગુજરાતના ઘણાં ગામોના આજે પણ પાણીને લઈને સમસ્યા છે. જો નીતિ આયોગના રિપોર્ટ પર નજર કરીએ તો ભારતના મોટાભાગના શહેરોમાં 2020 સુધીમાં ભૂગર્ભ જળને લઈને મોટી સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં તો એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે લોકોને પાણી માટે વલખા મારવા પડે. આપણી આધુનિક ઉપકરણોની મદદથી જમીનમાં રહેલું પાણી ખેંચી તો લઈએ છીએ પણ તેને રિચાર્જ કરવા અંગે વિચારતા નથી. જેના લીધે ભૂર્ગભ જળનું સ્તર ભારતમાં દિવસેને દિવસે નીચું જઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Mumbai Actress’ intervention saves minors from being pushed into prostitution
ફોટો સોર્સ- મિત્તલ પટેલ ફેસબુક

આ પણ વાંચો;  દારૂ વહન કરતી મહિલાઓ પાસે હપ્તો વસુલ કરતા RPF પોલીસના જવાનનો VIDEO થયો વાયરલ

ગુજરાતમાં એક મહિલાએ ભૂર્ગભ જળને લઈને બીડું ઉપાડ્યું છે. મિત્તલ પટેલ બનાસકાંઠા જિલ્લામાં ભૂર્ગભ જળને લઈને વિશેષ કામગીરી કરી રહ્યાં છે. તેઓે ગામડાઓના લોકોના સહયોગથી તળાવોનું નિર્માણ કરાવી રહ્યાં છે જેના લીધે આવનારા સમયમાં ભૂર્ગભ જળ રિચાર્જ થઈ શકે. હાલ ખેડૂતો પણ બોરવેલનો ઉપયોગ કરે છે તેના લીધે પાણીનું સ્તર નીચે જવા લાગ્યું છે. આથી એવી કોઈ વ્યવસ્થા હોવી જરુરી છે જેના લીધે ભૂર્ગભ જળને રિચાર્જ કરી શકાય.

READ  દિવાળી: ઘરની સાફ સફાઈ કરતી વખતે રાખો આ ધ્યાન, નહીં રહે વાસ્તુદોષ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ફોટો સોર્સ- મિત્તલ પટેલ ફેસબુક

મિત્તલ પટેલ દ્વારા ગામના લોકોને સમજણ આપવામાં આવી કે કેમ ભૂર્ગભ જળનું રિચાર્જ થવું જરુરી છે અને ખાલી બોરવેલ પર આધાર ન રાખી શકાય. આમ મિત્તલ પટેલનો આ સંઘર્ષ રંગ લાવ્યો અને લોકો આ જળ અભિયાનમાં તેમની સાથે જોડાયા. મિત્તલ પટેલને વિચરતી જાતિના ઉત્કર્ષને લઈને કામ કરવા બદલ રાષ્ટ્રપતિ સન્માન પણ મળેલું છે. હાલ તેઓ જળ અભિયાનમાં લોકોને જોડી રહ્યાં છે.

READ  #Monsoon2017 : Army Rescues People Stranded In Floods, Banaskantha - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકોને પણ મિત્તલ પટેલની વાત સમજાઈ અને હવે તેમની પાસે અન્ય ગામોમાંથી પણ તળાવ બનાવવાની અરજીઓ આવી રહી છે. આમ જે કામ મિત્તલ પટેલે ઉપાડ્યું છે તેને લઈને લોકોમાં ભારે જાગૃતિ આવી રહી છે. મિત્તલ પટેલ વિચરતા સમુદ્દાય માટે પણ કામ કરી રહ્યાં છે.

 

[yop_poll id=”1″]

 

Gadhinagar: Cabinet meeting to be held today, decisions regarding crop insurance might be taken

FB Comments