રવિ શાસ્ત્રીએ કહી એવી વાત કે તમે WORLD CUP દરમિયાન પ્રાર્થના કરશો કે વિરાટ કોહલી BATTING કરવા માટે ન આવે !

વિરાટ કોહલી એટલે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન, ટીમ ઇન્ડિયાનો આધાર સ્તંભ, મૅચ વિનર ખેલાડી.

પરંતુ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહી છે એવી વાત કે તમે એક વાર તો આ જ પ્રાર્થના કરશો કે વર્લ્ડ કપની મૅચો દરમિયાન વિરાટ કોહલી બૅટિંગ કરવા માટે મેદાન પર ઉતરે, તેવી પરિસ્થિતિ જ ન સર્જાય.

હકીકતમાં રવિ શાસ્ત્રી ચાલુ વર્ષે મેમાં યોજાનાર WORLD CUP 2019 દરમિયાન કૅપ્ટન વિરાટ કોહલી ચોથા નંબરે બૅટિંગ કરે, તેવું વિચારી રહ્યા છે.

શાસ્ત્રીની વાતને રમતના મેદાનના હિસાબે વિચારીએ, તો સીધી વાત છે કે ભારતની 2 વિકેટ પડી જાય, ત્યારે વિરાટ કોહલીએ બૅટિંગ માટે ઉતરશે.

READ  પોરબંદરથી દિલ્લી સુધી 1,400 કિ.મી.ની બનશે ગ્રીન વોલ, આ પ્રોજેક્ટથી વધતા પ્રદુષણને અટકાવી શકાશે

શાસ્ત્રીનું માનવું છે કે ઇંગ્લૅંડમાં પરિસ્થિતિઓ બૉલરોને અનુકૂળ હશે. એટલે કે શાસ્ત્રીને શંકા છે કે ભારતની એક-બે વિકેટ જલ્દી-જલ્દી પડી શકે છે. શાસ્ત્રી કહે છે કે તેઓ વિરાટ કોહલીને શરુઆતની નહીં, પણ પછીની ઓવરો માટે બચાવવા માંગે છે. શાસ્ત્રીએ કહ્યું કે ચોથા નંબરે બૅટિંગ કરતા કોહલી મધ્ય અને નિચલા ક્રમની બૅટિંગને મજબૂત કરશે.

રવિ શાસ્ત્રીએ એક વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું, ‘ભારતના ટોચના બૅટ્સમૅનો વિશે સારી વાત એ છે કે પરિસ્થિતિને જોતા અમે તેમને તારવી શકીએ છીએ. કોહલી જેવો બૅટ્સમૅન ચોથા નંબરે ઉતરી શકે અને બૅટિંગ ક્રમમાં વધુ સંતુલન માટે અમે ત્રીજા નંબરે કોઇક બીજા બૅટ્સમૅનને ઉતારી શકીએ છીએ.’

READ  PAK અને AFG વચ્ચેની મેચ પછી મેદાનમાં બંને ટીમોના સમર્થકો વચ્ચે થઈ મારામારી, વીડિયો થયો VIRAL

શાસ્ત્રીનો કહેવાનો અર્થ એ છે કે જો શરુઆતના બૅટ્સમૅનો સસ્તામાં પૅવેલિયન ભેગા થઈ જાય, તો કોહલી અને ત્યાર બાદના બૅટ્સમૅનો પર દબાણ વધી શકે છે. એવામાં સવાલ આ થઈ રહ્યો છે કે કોહલીને ઊપરી ક્રમમાં ઉતારવો યોગ્ય રહેશે કે નહીં ? તેના જવાબમાં શઆસ્ત્રીએ કહ્યું, ‘આ ફ્લેક્સિબિલિટી છે અને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેંટ માટે આપે ફ્લેસિબલ થવું પડશે કે જેથી જોઈ શકાય કે ટીમ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ શું છે. ઇંગ્લૅંડની પરિસ્થિતિઓ જોયા બાદ અમે તેનું આકલન કરીશું. હું નથી ઇચ્છતો કે કોઈ મોટી ટૂર્નામેંટમાં 18 રન પર 3 કે 16 રન પર 4 વિકેટ પડી જાય. હું દ્વિપક્ષીય વનડે સિરીઝની ચિંતા નથી કરતો, પણ વિશ્વ કપમાં હું પોતાનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનને જલ્દી કેમ ગુમાવી દઉં.’

READ  Naliya Gangrape : Kutch BJP declared Rape victim's name during press briefing - Tv9

નોંધનીય છે કે અંબાતી રાયડૂએ ન્યૂઝીલૅંડ પ્રવાસમાં હૅમિલ્ટન વનડેમાં 90 રનની મૅચ વિનિંગ ઇનિંગ રમી હતી અને શાસ્ત્રીએ કહ્યું કે રાયડૂ ત્રીજા સ્થાન માટે વિકલ્પ હોઈ શકે છે. એટલે કે કોહલી પહેલા રાયડૂને મોકલી શકાય છે.

[yop_poll id=1165]

Oops, something went wrong.
FB Comments