આ વિશ્વ કપમાં પણ કોઈ ખેલાડી સચિન તેંડુલકરના આ રેકોર્ડને ના તોડી શક્યું!

રોહિત શર્મા ICC વિશ્વ કપ 2019માં સૌથી વધારે રન બનાવનારા બેટસમેન રહ્યાં પણ આ વિશ્વ કપમાં સચિન તેંડુલકરના રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી, સાથે જ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

રોહિત શર્માએ આ વિશ્વ કપમાં સૌથી વધારે 648 રન બનાવ્યા પણ તે સચિનના એક વિશ્વ કપમાં સૌથી વધારે રન બનાવવાના રેકોર્ડને તોડી શક્યા નહી. સચિને 2003માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વિશ્વ કપમાં 673 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતની સામે પાકિસ્તાનની ટીમની હાર બાદ હોબાળો, જાણો કોણે આપ્યું પ્રથમ રાજીનામું!

ન્યૂઝીલેન્ડે ભારતને સેમીફાઈનલમાં હરાવ્યું હતું અને તેની સાથે જ રોહિત શર્મા સચિનના રેકોર્ડ તોડવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા. રોહિત શર્માએ 9 મેચમાં 648 રન બનાવ્યા. તેમને વિશ્વ કપમાં 5 સદી અને તેની સાથે જ એક વિશ્વ કપમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ટુર્નામેન્ટમાં ભારતીય બેટસમેન રોહિત શર્માનો સૌથી વધુ સ્કોર 140 રન રહ્યો. તે પછી ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર જે સચિનના રેકોર્ડ તોડી શકતા હતા પણ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં હરાવીને વોર્નર પાસેથી આ તક છીનવી લીધી હતી.

READ  ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વોર્નર આ વિશ્વ કપમાં 10 મેચોમાં 647 રન બનાવીને સૌથી વધારે રન ફટકારવામાં બીજા સ્થાને રહ્યા હતા. વોર્નરે 3 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. ત્યારે ત્રીજા સ્થાને 8 મેચમાં કુલ 606 રન બનાવ્યા હતા.

[yop_poll id=”1″]

ત્યારે ઈંગ્લેન્ડના ખેલાડી જો રૂટને સચિનનો રેકોર્ડ તોડવા માટે 125 રન જોઈતા હતા. ફાઈનલમાં રૂટ માત્ર 7 રન જ બનાવી શક્યા હતા. તેમને આ વિશ્વ કપમા 556 રન બનાવ્યા હતા. આ વિશ્વ કપમાં રૂટે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

READ  ભારતીય ટીમને વિશ્વ કપ માટે કોચ કરાવી રહ્યા છે 'રાઉન્ડ ધ ક્લોક' તૈયારીઓ, જુઓ VIDEO

આ પણ વાંચો: મિશન ચંદ્રયાન-2ને પ્રક્ષેપણની 56 મિનિટ પહેલા જ રોકવામાં આવ્યું, નવી તારીખની જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે

 

Doctors of Surat Civil hospital conduct successful operation of an infant born with 2 heads| TV9News

FB Comments