વિશ્વકપ-2019ના ફાઈનલના ઓવર થ્રોની થશે સમીક્ષા, MCCએ લીધો મોટો નિર્ણય

મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ ઘોષણા કરી છે કે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપ-2019 ફાઈનલના ઓવર થ્રોની સમીક્ષા કરવામાં આવશે. MCC ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં વિશ્વકપની 12મી સીઝનની ફાઇનલમાં માર્ટિન ગુપ્ટિલના થ્રો પર બેન સ્ટોક્સને અપાયેલા 6 રનની સમીક્ષા કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

MCCએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, “વિશ્વકપ ક્રિકેટ કમિટી (WCC)એ વિશ્વકપ ફાઈનલના ઓવર થ્રો અંગેના 19.8ના નિયમ વિશે વાત કરી છે. WCC માને છે કે નિયમ સ્પષ્ટ છે, પરંતુ સપ્ટેમ્બરમાં આ કેસની સમીક્ષા થવી જોઈએ.” 14 જુલાઈના રોજ લોર્ડ્સમાં રમાયેલા વિશ્વકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ બાઉન્ડ્રી કાઉન્ટને આધારે જીતી ગયું હતું.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટ મનપાની સામાન્ય સભા બની તોફાની, વિપક્ષી નેતાએ કહ્યું “કોઈના બાપની બીક નથી”

ઈંગ્લેન્ડની ટીમે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપ-2019ની ફાઈનલમાં 50-50 ઓવરની મેચ અને ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. ત્યારબાદ પરિણામ બાઉન્ડ્રી કાઉન્ટ પર આધારિત હતું, જેમાં ઇંગ્લેન્ડની ટીમે 26 અને ન્યુઝીલેન્ડની ટીમે 17 બાઉન્ડ્રી લગાવી હતી.

READ  કલાનગરી વડોદરા શહેરના ક્રિકેટ રસીકોએ વિશ્વ કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે બનાવી અનોખી રંગોળી, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Prayagraj: Low-lying areas flooded as Ganga&Yamuna rivers are flowing near danger level mark at Sang

FB Comments