કોહલીનું કારનામું, ક્રિકેટના ‘ભગવાન’ સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી મેચમાં કોહલીએ કારનામું કરી બતાવ્યું છે. કોહલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ 11 હજાર રન પુરા કરવાનો છે જે ગાંગુલી અને સચિનના નામે હતો અને હવે કોહલીએ પણ તેમાં બાજી મારી લીધી છે.

વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઓછી મેચમાં 11 હજાર રન પુરા કરવાનો રેકોર્ડ સચિનના નામે હતો તેનો રેકોર્ડ કોહલીએ પાકિસ્તાન સાથેના મેચમાં તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય સ્તરે 276 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જેને કોહલીએ 222 મેચમાં જ 11 રન કરી લીધા છે અને સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

READ  ગુજરાતમાં આતંકીઓના એલર્ટના પગલે CMનું નિવેદન, જુઓ VIDEO

આ પણ વાંચો:  બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિરાટ કોહલી વનડેમાં 11 હજાર રન કરનારા ભારતના ત્રીજા બેટસમેન અને દુનિયાના 9માં બેટસમેન બની ગયા છે. ભારતમાં કોહલી સિવાય આ રેકોર્ડ સચિન અને ગાંગુલીના નામે હતો. સચિને 276, રિકી પોટિંગે 286, સૌરવ ગાંગુલીએ 288, જૈક કેલિસે 293, કુમાર સંગાકારાએ 318, ઈંજમામ ઉલ હકે 324, જયસુર્યાએ 354, મહેલા જર્યવર્ધને 368 મેચ રમીને 11 હજાર રન બનાવ્યા છે. આ બધાનો રેકોર્ડ કોહલીએ 222 વનડે મેચ રમીને તોડી નાખ્યો છે.

READ  ભ્રષ્ટાચાર? દિવસમાં 24 કલાક હોય પણ જામનગર જિલ્લાના આ ગામમાં એક દિવસમાં જેસીબી મશીને 32 કલાક કામ કર્યું!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Geeta Rabari expresses happiness over getting invitation to perform during Modi-Trump meet

FB Comments