વિશ્વ કપની સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, વાંચો આ અહેવાલ

વિશ્વ કપમાં સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શોન માર્શ ઈજાના કારણે વિશ્વ કપમાંથી બહાર થઈ ગયા છે. ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર નેટ સેશન દરમિયાન તેમને ઈજા થઈ હતી.

હવે તેમની જગ્યાએ ટીમમાં પીટર હેન્ડકોમ્બને બોલાવવામાં આવ્યા છે. તે સિવાય ગ્લેન મેક્સવેલ પણ ઘાયલ થઈ ગયા છે. નેટ સેશન દરમિયાન શોન માર્શને ઈજા થઈ હતી. તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Diwali 2019: જાણો શા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે?

[yop_poll id=”1″]

 

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે માર્શને વધારે ઈજા પહોંચી છે અને હવે તે વિશ્વ કપમાં આગળની મેચમાં નહી રમી શકે. વિશ્વ કપમાં અત્યાર સુધી માર્શને માત્ર 2 મેચમાં રમવાની તક મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે પ્રેક્ટિસ દરમિયાન મિચેલ સ્ટાર્કના શોર્ટ બોલ પર મેક્સવેલ પણ ઘાયલ થઈ ગયા. તે પણ નેટ સેશનથી તરત જ બહાર થઈ ગયા પણ સ્કેનમાં જાણવા મળ્યુ કે મેક્સવેલને કોઈ ફ્રેક્ચર નથી. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તે રમશે કે નહી તે હાલમાં નક્કી નથી. સેમીફાઈનલ મેચ પહેલા જો મેક્સવેલ સ્વસ્થ ન થયા તો પછી ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી વધી જશે.

READ  VIDEO: રાજકોટમાં ટ્રક વીજ થાંભલા સાથે અથડાયા બાદ લાગી આગ

આ પણ વાંચો: ગુજરાત સરકારે વિધાનસભામાં 84 કરોડ રૂપિયાના નકલી બિલ પાસ કર્યા હોવાનું સ્વીકાર્યુ

Oops, something went wrong.
FB Comments