વલ્ડૅકપની શરૂઆત પહેલા જ ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

30મેના રોજથી શરૂ થતાં વિશ્વ કપમાં ભારત તેમના અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકાની સામે કરશે. તેના પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના 2 મુખ્ય ખેલાડી ઘાયલ થયા છે. તેમાં પહેલું નામ બેટસમેન શિખર ધવનનું છે. જ્યારે બીજુ નામ ઓલરાઉન્ડર વિજય શંકરનું છે.

ભારતીય ટીમને વલ્ડૅકપની પહેલી પ્રેકિટસ મેચ રમવાની છે. ભારતીય ટીમ તેમની પહેલી પ્રેકિટસ મેચ કેનિંગ્ટન ઓવલમાં ન્યૂઝીલેન્ડની વિરૂધ્ધ રમશે. જ્યારે બીજી મેચ બાંગ્લાદેશની સામે રમશે. તે પહેલા જ આ 2 ખેલાડીઓ ઘાયલ થયા છે.

 

READ  ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ

આ પણ વાંચો: આજનું રાશીફળઃ આ રાશિના જાતકોએ ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્‍વરૂ૫ આપવાથી થશે આ ફાયદા

દુનિયાભરના ક્રિકેટ ચાહકો વલ્ડૅકપના શરૂ થવાની રાહ જોઈને બેઠ્યા છે. 30મેના રોજ પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. ત્યારે વલ્ડૅકપમાં 2 વાર ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ તેમના અભિયાનની શરૂઆત 5 જૂનના રોજ કરશે.

READ  ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ

 

Top 9 Gujarat News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments