2019 ના વર્લ્ડ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ લેશે આ ક્રિકેટર

રવિવારે ક્રિસ ગેલ મીડિયાની સામે આવ્યા અને કહ્યું કે તમે એક મહાન વ્યકિતીને જોઈ રહ્યાં છો. હું દુનિયાનો સૌથી મહાન ખિલાડી છુ.

2019ના વર્લ્ડ કપ પછી ક્રિસ ગેલ વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ લઈ રહ્યાં છે. 39 વર્ષીય ગેલ વન-ડેમાં 10,000 રનોથી અત્યારે 273 રન દુર છે અને જો તે 10,000 હજાર રન વન-ડેમાં પુરા કરે તો કૅરિબીયન ધરતી પર તે 10,000 રન પુરા કરનારા બીજા બેટસમેન હશે સાથે જ દુનિયામાં ક્રિસ ગેલ 14માં ખિલાડી હશે જેના નામે 10,000 વન-ડે રન હશે.

ક્રિસ ગેલે તેના 20 વર્ષના લાંબા કરિયરમાં અત્યાર સુધી 284 વન-ડે મેચમાં રમ્યાં છે. તેમને અત્યારે સુધી 9727 રન કરી ચૂકયા છે. તે દરમ્યાન 23 સદી અને 49 અડધીસદી બનાવી ચૂકયા છે. તેની સાથે જ ઓફ સ્પિનર ગેલે 165 વિકેટ પણ તેમના નામે કરી છે. ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડમાં થયેલ 2015ના વર્લ્ડ કપમાં ગેલે 147 બોલમાં 215 રનની ઈનીંગ રમી હતી. તે વર્લ્ડ કપમાં બનેલ પહેલી ડબલ સદી છે. ક્રિસ ગેલ ક્રિકેટની દુનિયાનો પહેલો ક્રિકેટર છે જેને ત્રણે ફોર્મેટમાં સદી ફટકારી છે.

READ  IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

હાલ ક્રિસ ગેલ ઈંગ્લેન્ડની સામે 5 વન-ડે મેચોની સીરીઝમાં રમવાના છે. જે 20 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે. ગેલને આશા છે કે તે વર્લ્ડ કપ ટીમનો ભાગ બને અને તે તેમનો 5મો વર્લ્ડ કપ હશે. ગેલનો છેલ્લો વર્લ્ડ કપ તેમના માટે ખાસ હશે. તેમને કહ્યું કે હવે હું યુવાનોને રમતા જોવા માગું છું જેથી હું બેસીને જોઈ શકું.

READ  દરેક બોલરનું સપનું હોય છે આ રેકોર્ડ બનાવવાનું , બૂમ-બૂમ બુમરાહે બનાવ્યો તે રેકોર્ડ

આ પણ વાંચો : પુલવામા હુમલા પર અફઘાનિસ્તાન પણ ગુસ્સામાં, પાકિસ્તાનને આપી દીધો આ મોટો ઝાટકો

ગેલ વન-ડેમાંથી નિવૃતી લેવાની વાત કરી રહ્યાં છે પણ ક્રિકેટ કરિયર હજી ખતમ થવાનું નથી. ટેસ્ટ ક્રિકેટમાં જાહેર કર્યા વગર નિવૃતિ લઈ ચૂકયા છે કારણ કે 2014 પછી ગેલે કોઈ ટેસ્ટ મેચ નથી રમી પણ તે આ વાતથી ઈનકાર નથી કરી રહ્યાં કે 2020માં યોજાનાર વર્લ્ડ કપ ટી-20માં નહી રમે. સાથે જ ઈંગ્લેન્ડમાં The 100નામથી શરૂ થનાર 100 બોલ વાળી લીગમાં પણ રમવાની આશા ગેલને છે.

READ  એક ગુજરાતીએ લંડનમાં કોરોનાને લઈ ભયંકર સ્થિતિનો ચિતાર રજૂ કર્યો, જુઓ VIDEO

ક્રિસ ગેલનો આ છેલ્લો વર્લ્ડ કપ હશે અને ક્રિકેટને ઈચ્છનાર લોકો તેમના આ અદભૂત ખિલાડીને શાનદાર રીતે અલવિદા કહી શકે.

[yop_poll id=1565]

11 more tested positive for Coronavirus in Gujarat today | Tv9GujaratiNews

FB Comments