વિશ્વ કપની ફાઈનલ મેચમાં જીત નક્કી કરવાના નિર્ણયથી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અસહમત, જીત નક્કી કરવા માટે જણાવી આ બીજી રીત

વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચમાં બાઉન્ડ્રીની સંખ્યાના આધાર પર ચેમ્પિયન ટીમનો નિર્ણય કરવો કોઈને પણ પસંદ આવ્યો નથી. હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ તેમની સલાહ આપી છે.

તેંડુલકરે કહ્યું કે જીત નક્કી કરવા માટે આ નિયમ ખોટો છે અને તેની જગ્યાએ વધુ એક સુપર ઓવર રમાડીને મેચનો નિર્ણય કરવો જોઈતો હતો. સચિને કહ્યું કે બંને ટીમોની બાઉન્ડ્રી પર વિચાર કરવાની જગ્યાએ વધુ એક સુપર ઓવરથી વિજેતાનો નિર્ણય કરવો જોઈતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્વચ્છ રેલવે સ્ટેશન સર્વેક્ષણ, સબર્બન ગ્રુપમાં સુરત શહેર પ્રથમ સ્થાને, જુઓ VIDEO

વિશ્વ કપ ફાઈનલ જ નહી દરેક મેચ મુખ્ય છે. જે પ્રકારે ફુટબોલમાં જ્યારે ટીમો એકસ્ટ્રા ટાઈમમાં જાય છે તો તે પહેલાની રમત ધ્યાનમાં લેવામાં આવતી નથી. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ સહિત ઘણા ક્રિકેટરોએ પણ બાઉન્ડ્રીના આધારે જીત નક્કી કરવાના આ નિયમ પર સવાલો ઉઠાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજે મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, VIP મહેમાનો માટે આ ખાસ વ્યવસ્થા

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિશ્વ કપમાં 2019માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટસમેન રોહિત શર્માએ પણ આ નિયમ પર સવાલ ઉઠાવ્યો હતો અને લખ્યું કે ઘણાં નિયમો પર ફરી વિચાર કરવો જોઈએ. ત્યારે સચિનને પુછવામાં આવ્યું કે નોક આઉટ રાઉન્ડમાં વિશ્વ કપના ફોર્મેટમાં ફેરફારની જરૂર છે તો તેમને કહ્યું કે ટોપ પર રહેલી ટીમોને કઈક ફાયદો મળવો જોઈએ.

READ  ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે MS ધોનીનો સમય પૂરો થઈ ગયો, હવે ટીમમાં તેમની જગ્યા નથી

[yop_poll id=”1″]

 

CJI Ranjan Gogoi cancels foreign visit to ‘ensure’ Ayodhya verdict before his retirement| TV9

FB Comments