ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો કરશે ખાતમો

marine commando

ભારતીય સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરવામાં આવી છે. હવે મેજર જનરલ એ.કે ઢીંગરા સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સનો હવાલો સંભાળશે. આ ત્રી સેનાના આ વિભાગમાં ભારતની સૌથી ખતરનાક સેના પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાના માર્કોસ કમાંડો અને વાયુ સેનાના ગરુડ કમાન્ડોઝ સામેલ થશે.ભુતકાળમાં ભારતના ત્રણેય સૈનાએ એકસાથે અનેક કામગીરી કરી છે પરંતુ આ પહેલી વખત બન્યુ છે કે ત્રણેય દળોની સૌથી ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે.

READ  અકસ્માત જોઈ CM વિજય રૂપાણીનો કાફલો અટક્યો

આ પણ વાંચો: સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

મેજર જનરલ એકે ઢીંગરા વિશે વાત કરીએ તો તેઓને સ્પેશિયલ ફોર્સિસનો સારો અનુભવ છે. તેમને સ્પેશિયલ ફોર્સના દિગ્ગજ માનવામાં આવે છે. ઢીંગરા 1 પૈરા સ્પેશિયલ ફર્સ રેજિમેંટથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશિયલ ઓપરેશન્સનો કોર્સ પણ કર્યો છે.

READ  VIDEO: ભારતમાં કોરોનાના કેસનો આંકડો 1.90 લાખને પાર, મહારાષ્ટ્રમાં 67 હજારથી વધુ કેસ

 

માનવામાં આવે છે કે જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા પણ શ્રીલંકામાં ભારતીય પીસકીપિંગ ફોર્સનો એક ભાગ હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ખાસ વિભાગ દેશના અંદરના અને બહાર બંને તરફ કોઈપણ આતંકવાદ-વિરોધી અભિયાનને અંજામ આપી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments